અમદાવાદ- અમદાવાદમાં 145મી રથયાત્રાના (145th Rathyatra in Ahmedabad )હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે તૈયારી શરૂ કરી છે. રથયાત્રામાં આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં (Bhagvan Jagannath Rathyatra in Ahmedabad ) પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનીટરીંગ (Monitoring of rathyatra from helicopter ) કરવામાં આવશે. ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ભાડે રાખીને પોલીસ દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો-AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાનમાલિકોને AMCની નોટીસ
રિવર ફ્રન્ટવાળું હેલિકોપ્ટર ભાડે લેવાશે - રિવર ફ્રન્ટ પર અત્યારે એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર રાઇડ ચાલી રહી છે જે હેલિકોપ્ટર અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા માટે ભાડે લેવામાં આવશે. રથયાત્રાના દિવસે (145th Rathyatra in Ahmedabad )3 કલાક જેટલો સમય પોલીસ હેલિકોપ્ટર ભાડે લેવામાં આવશે. જે બાદ રથયાત્રાના રુટ પર પોલીસના અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ (Monitoring of rathyatra from helicopter ) કરવામાં આવશે. સામાન્ય રીતે હેલિકોપ્ટર જમીનથી વધુ ઊંચાઈએ ઉડે છે પરંતુ રથયાત્રાના દિવસે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવાનું હોવાથી 150 મીટર ઊંચાઈ પર ઉડી શકે તે માટે ATC પાસે પરવાનગી માંગવામાં આવી છે.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : રથયાત્રાને લઈને પોલીસની પળે પળ પર બાજ નજર
હેલિકોપ્ટરમાં બેસીને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ -રથયાત્રા (145th Rathyatra in Ahmedabad )પૂર્વે આજે અમદાવાદ પોલીસના કમિશનર,ક્રાઈમ JCP, સેકટર 1 અને 2 JCP, ટ્રાફિક JCP દ્વારા હેલિકોપ્ટરમાં બેસીને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં (Ahmedabad Police Rathyatra route Inspection) આવ્યું જેમાં રથયાત્રાના દિવસને લઈને અધિકારીઓએ ચર્ચા કરી હતી. રથયાત્રાના દિવસે અલગ અલગ ટીમ હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ (Monitoring of rathyatra from helicopter ) કરશે. હવે ગુરુવારે હેલિકોપ્ટરમાં બેસીને પોલીસ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.