ETV Bharat / city

145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ - સરસપુર રણછોડરાયજી મંદિર

અમદાવાદ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.જગતનો નાથ જગન્નાથજી અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરની નગરચર્યા (145 Jagannath Rathyatra) નીકળે છે. પરંતુ તે પહેલાં ભગવાન જગન્નાથ નિજમંદિરેથી (Ahmedabad Bhagvan Jagannath Temple) નીકળી ગઈકાલે ભવ્ય જળયાત્રા બાદ શોભાયાત્રા દ્વારા મામાના ઘરે સરસપુરના રણછોડરાયજી મંદિરે (Saraspur Ranchhodrayji Temple) પહોંચ્યા હતાં.

145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

author img

By

Published : Jun 15, 2022, 8:16 PM IST

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી રથયાત્રાઓમાંની એક અમદાવાદ રથયાત્રા ગણવામાં આવે છે. આ ( 145 Jagannath Rathyatra ) રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સહિત સરસપુર મામાને ઘરે એટલે કે રણછોડરાય મંદિરે (Saraspur Ranchhodrayji Temple) પહોંચી ગયા છે. ભગવાન હવે ભાઈબહેન સહિત અહીંયા 15 દિવસ સુધી રહેશે. ત્યારે મોસાળમાં સરસપુરવાસીઓ દ્વારા ભગવાનને રાજી રાખવા દરરોજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભાઈબહેન સહિત મોસાળમાં ભગવાનને લીલાલહેર

ભગવાન જગન્નાથના આગમનથી અનેરો ઉત્સાહ -કોરોનાના બે વર્ષના સમયગાળા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Bhagvan Jagannath Temple) યોજાવાની છે. પરંતુ તે પહેલાં ભગવાન જગન્નાથ 15 દિવસ માટે મોસાળ સરસપુર રણછોડ મંદિર (Saraspur Ranchhodrayji Temple) પહોંચ્યા છે. જ્યાં લોકો પોતાના ભાણીયાને આવકારવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારેબાજુ જય રણછોડ માખણ ચોરથી વતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે અને અનોખા ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ભગવાનનું મોસાળુ ફિક્કું પડ્યુ

દરરોજ રાત્રે ભજન કીર્તન કરવામાં આવશે - ભગવાન જગન્નાથ બે વર્ષ બાદ મોસાળમાં (145 Jagannath Rathyatra) આવ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન (Bhajans for Bhagvan Jagannathji ) કરવામાં આવી રહ્યા છે. સાથે દરરોજ રાત્રે પણ ભજન કીર્તનના કાર્યક્રમ (Saraspur Ranchhodrayji Temple) પણ રાખવામાં આવ્યા છે.

સરસપુરમાં મોસાળે મોજ કરશે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા

ભગવાન જગન્નાથ માટે વિવિધ વાનગી ભોગ બનાવવામાં આવશે - સરસપુર રણછોડરાયજી મંદિરમાં (Saraspur Ranchhodrayji Temple) ભગવાન જગન્નાથને પંદર દિવસ સુધી ભાવતાં ભોજન સહિત અનેક પ્રકારે લાડ લડાવવામાં આવશે. તેની સાથે સાથે દરરોજ ભગવાનને અલગ અલગ પ્રકારની વાનગી બનાવી તેમને અર્પણ કરવામાં આવશે. જેમાં એક દિવસ રસપુરીનું જમણ હોય તો બીજે દિવસ ગુલાબજાંબુ સહિતનો ભોજનથાળ અર્પણ કરાય છે. ભગવાનને લાડુ અને મોહનથાળ પણ અતિપ્રિય હોવાથી તેનો ભોગ પણ લગાવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.