ન્યુઝ ડેસ્ક : 2017મા ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કરવામાં આવેલી 'આઝાદી કુચ'માં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિત કુલ 10 આરોપીઓને મહેસાણાની કોર્ટ દ્વારા 3 માસની જેલ(Reshma Patel and Mewani jailed) અને 1000 રૂપિયા દંડની સજા ફરમાવવામાં આવી છે. જેમાં, કુલ 12 આરોપીઓ પૈકી 1 આરોપીનું મોત પણ થયેલું છે.
આ પણ વાંચો - એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
વર્ષ 2017ના કેસમાં કરાઇ ધરપકડ - વર્ષ 2017માં મહેસાણા ખાતે આઝાદી કૂચની રેલી સંદર્ભે જાહેરનામાનો ભંગ કરવા બદલ મહેસાણા પોલીસે તેમની અને પ્રદેશ અગ્રણી રેશમા પટેલ ની સાથે સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો આજે મહેસાણા કોર્ટે ચુકાદો આપતા આ કેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ સહિત તમામ 12 આરોપીને મહેસાણા કોર્ટ દ્વારા ત્રણ મહિનાની સજા અને પ્રત્યેક આરોપીને 1000 રૂપિયાના દંડ ફટકારવાની સજા કરી છે. સમગ્ર મામલાને લઈને રેશમા પટેલે કોર્ટના ચુકાદાને માન-સન્માન સાથે આવકાર્યો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ નો દુરુપયોગ કરી રહી છે જેને વખોડીને સજાનો સ્વીકાર પણ કર્યો હતો.
આ પણ વાંચો - નીતિશ સાથેના રાજકીય સંબંધોના સવાલ પર પ્રશાંત કિશોરે આપ્યો કંઇક આવો જવાબ...
ભાજપ પર રેશમાનો આક્ષેપ - પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ રેશમાં પટેલે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ન્યાયપાલિકામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા મહેસાણા કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો, પરંતુ જે પ્રકારે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે તેને ખૂબ આકરા શબ્દોમાં વખોડ્યો હતો. રેશમા પટેલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોલીસનો ઉપયોગ પક્ષના કાર્યકર તરીકે કરી રહી છે જેની તેઓ આકરા શબ્દોમાં નિંદા કરે છે ભાજપ આ પ્રકારે પોલીસનો દુર ઉપયોગ કરીને વિપક્ષના રાજકીય નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેને અમે વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં ભાજપની સામે વધુ મક્કમતાથી અને આક્રમકતાથી લોકોના હિત માટેની લડાઈ લડતા રહીશું તેવો હુંકાર કરીને મહેસાણા કોર્ટે આજે આપેલી ૩ મહિનાની સજાના હુકમનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો.
શું હતી ધટના - દલિત પરિવારને ન્યાય અપાવવાના મામલે જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ અને કૈનૈયા કુમાર દ્વારા બિલાડી બાગ નજીક મંજૂરી વિના જ સભા આયોજિત કરી આઝાદી કુછ રેલી કાઢવામાં આવી હતી. જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મંજૂરી વગરની રેલી અટકાવી આયોજકો અને આગેવાનોની અટકાયત કરી તેમની સામે ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરેલ જે મામલો કોર્ટમાં ચાલી જતા મહેસાણા કોર્ટે ગુન્હામાં સામેલ પુરાવા અને સરકારી વકીલની દલીલોના આધારે સજા સંભળાવી છે. સામે જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલે કોર્ટના આદેશને સ્વીકારી પોતે જનતાના હક અને ન્યાય માટે આ કાર્યમાં જોડાયા હોવાનું જણાવી નિર્દોષ હોવાનો દાવો કરતા સેશન્સ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે.