સુભદ્રાબેન નામના આધેડ વયના મહિલા પોતાના પતિ સાથે એકટીવા પર પાંજરાપોળથી જઈ રહ્યા હતા. જે સમયે પાંજરાપોળ પાસે પાછળથી આવી રહેલા ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટનાની માહિતી મળ્યા બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને V.S હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાંજરાપોળ સર્કલ પાસે જ અકસ્માત સર્જાયો હતો. જેના 20 દિવસમાં અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે.