ETV Bharat / business

IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...

જ્યારે કોઈ કંપની તેનો સામાન્ય સ્ટોક અથવા શેર પ્રથમ વખત જાહેર કરે છે, ત્યારે તેને IPO કહેવામાં (Initial Public Offering) આવે છે. ઉલ્લેખનીય છે કે, કંપની રોકાણ અથવા વિસ્તરણના કિસ્સામાં ભંડોળ એકત્ર (Fundraising) કરવા માટે IPO બહાર પાડે છે.

what ipo how does ipo work Initial Public Offering

author img

By

Published : Apr 28, 2022, 1:03 PM IST

ન્યૂઝ ડેસ્ક : IPO એટલે ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ (Initial Public Offering) થાય છે. જ્યારે કોઈ કંપની તેનો સામાન્ય સ્ટોક અથવા શેર પ્રથમ વખત લોકો સામે જાહેર કરે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. IPO મર્યાદિત કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે, જેથી તેઓ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ શકે. શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ કંપનીના શેર શેરબજારમાં ખરીદી શકાય છે. કંપની રોકાણ અથવા વિસ્તરણના કિસ્સામાં ભંડોળ એકત્ર કરવા માટે IPO બહાર પાડે છે.

આ પણ વાંચો : સાવધાન: નવી વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો? તો છેતરપિંડી કરનારાઓથી આ રીતો બચી શકો

IPOમાં જ્યારે કોઈ કંપની તેનો સામાન્ય સ્ટોક અથવા શેર પ્રથમ વખત જાહેર કરે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. IPO શરૂ કરવા માટેના બે મુખ્ય ઉદ્દેશ્ય મૂડી એકત્ર કરવી અને ભૂતપૂર્વ રોકાણકારોને સમૃદ્ધ બનાવવાનો છે.

  • IPO બે પ્રકારના હોય છે

ફિક્સ્ડ પ્રાઇસ આઇપીઓ : ફિક્સ્ડ પ્રાઈસ આઈપીઓને (Fixed Price IPO) ઈશ્યૂ પ્રાઈસ તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલીક કંપનીઓ તેમના શેરના પ્રારંભિક વેચાણ માટે નક્કી કરી છે. કંપની જે શેર જાહેરમાં લેવાનું નક્કી કરે છે તેના ભાવ વિશે રોકાણકારોને ખબર પડે છે. ઈસ્યુ બંધ થયા બાદ બજારમાં શેરની માંગ જાણી શકાય છે. જો રોકાણકારો આ IPOમાં ભાગ લે છે, તો તેઓએ ખાતરી કરવી જોઈએ કે, તેઓ અરજી કરતી વખતે શેરની સંપૂર્ણ કિંમત ચૂકવે છે.

બુક બિલ્ડીંગ આઇપીઓ : બુક બિલ્ડિંગના (Book Building IPO) કિસ્સામાં IPO શરૂ કરનાર કંપની રોકાણકારોને શેર પર 20 ટકા પ્રાઇસ બેન્ડ ઓફર આપે છે. રસ ધરાવતા રોકાણકારો અંતિમ ભાવ નક્કી થાય તે પહેલા શેર પર બિડ લગાવે છે. અહીં રોકાણકારોએ તેઓ કેટલા શેર ખરીદવા માંગે છે અને તેઓ શેર દીઠ કેટલી રકમ ચૂકવવા ઈચ્છે છે તેનો ઉલ્લેખ કરવાની પણ જરૂર છે.

આ પણ વાંચો : LIC IPO: પોલિસીધારકોએ રોકાણ પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

શેરની સૌથી ઓછી કિંમત ફ્લોર પ્રાઈસ (floor price) તરીકે ઓળખાય છે અને સૌથી વધુ શેરની કિંમત કેપ પ્રાઇસ (cap price) તરીકે ઓળખાય છે. શેરની કિંમત અંગેનો અંતિમ નિર્ણય રોકાણકારોની બિડ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.