ETV Bharat / business

Tata Tiago EV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ - ટાટા ટિયાગો ઈવી રેન્જ

સ્વદેશી કાર નિર્માતા ટાટા મોટર્સે ભારતીય બજારમાં તેની એન્ટ્રી લેવલ હેચબેક ટાટા ટિયાગો (tata tiago specifications) નું ઇલેક્ટ્રિક વર્ઝન ટાટા ટિયાગો EV લોન્ચ (tata tiago ev launch) કર્યું છે. કંપનીએ આ કારને રૂપિયા 8.49 લાખ (એક્સ શોરૂમ)ની પ્રારંભિક કિંમતમાં લોન્ચ કરી છે.

Etv BharatTata Tiago EV ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને રેન્જ

author img

By

Published : Sep 28, 2022, 3:01 PM IST

નવી દિલ્હી: સ્વદેશી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ભારતીય બજારમાં તેની એન્ટ્રી લેવલ હેચબેક ટાટા ટિયાગો (tata tiago specifications) નું ઇલેક્ટ્રિક વર્ઝન Tata Tiago EV લોન્ચ (tata tiago ev launch) કર્યું છે. કંપનીએ આ કારને રૂપિયા 8.49 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતમાં લોન્ચ કરી છે. આ કાર ફુલ ચાર્જ પર લગભગ 315 કિમીની રેન્જ આપશે.

Tata Tiago EV લોન્ચ: ટાટા મોટર્સે તેની નવી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 8.49 લાખ રૂપિયા રાખી છે. જો કે, આ પ્રારંભિક કિંમત છે. એટલે કે, આ કિંમત પછીથી બદલાશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કિંમત માત્ર શરૂઆતના 10,000 યુનિટ માટે છે. આવી સ્થિતિમાં હવે Tiago EV ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે.

ડિલિવરી 2023થી શરૂ: તમે તેને 10 ઓક્ટોબરથી બુક કરાવી શકશો અને તેની ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે. પેટ્રોલ વર્ઝનની સરખામણીમાં Tigor EVના ઈન્ટિરિયરમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે. તેના ડેશબોર્ડને ડ્યુઅલ કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે પ્રીમિયમ લેધર સીટ કવર્સ, હરમનની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વધુ ઉત્તમ સીટ કુશન આપવામાં આવ્યા છે. આ કારનું બેઝિક પ્લેટફોર્મ પહેલા જેવું જ છે.

ટાટા ટિયાગો ઈવી રેન્જ: આ ઇલેક્ટ્રિક કારમાં ઇલેક્ટ્રિક મોટર 74 bhp પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરે છે જે 26kWh બેટરી પેક સાથે જોડાયેલ છે. આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 315 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ સાથે આમાં ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવ્યું છે, જેની મદદથી તેને માત્ર 1 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

પ્રથમ ઈલેક્ટ્રિક કાર: Tata Tiago EV સ્માર્ટવોચ કનેક્ટિવિટી સાથે Z કનેક્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મલ્ટિપલ ડ્રાઇવ મોડ્સ, ફોગ લેમ્પ્સ, મલ્ટી મોડ રિજન ફંક્શન, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ મેળવે છે. Tata Tiago EV ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. કંપનીની આ નવી ઇલેક્ટ્રિક કારની એક્સ શોરૂમ કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 11.79 રૂપિયા સુધી જાય છે. Tata Tiago EV હેચબેક સેગમેન્ટમાં દેશની પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે, જેના કારણે તેના માટે માર્કેટમાં હજુ વધારે સ્પર્ધા નથી. પરંતુ આવનારા સમયમાં આ સેગમેન્ટમાં અન્ય ઈલેક્ટ્રિક કાર લોન્ચ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.