મુંબઈ : જો તમે એક મહિના માટે શેરબજારમાં ગુણવત્તાયુક્ત સ્ટોક પર રોકાણ કરવા માંગતા હોવ તો ટાટા ગ્રુપનો ટાટા સ્ટીલ શેર એક સારો વિકલ્પ બની શકે છે. બ્રોકરેજ ફર્મ રેલિગેર બ્રોકિંગ રોકાણકારોને અવારનવાર વિવિધ શેર અંગે માહિતી આપતા હોય છે. ત્યારે હાલમાં આ બ્રોકરેજ ફર્મને ટેક્નિકલ ચાર્ટ પર ટાટા સ્ટીલ સૌથી વધુ ફાયદાકારક શેર લાગી રહ્યો છે. રેલિગેર બ્રોકિંગ બ્રોકરેજ હાઉસે 1 મહિના માટે ટાટા સ્ટીલના શેર ખરીદી કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક વર્ષમાં ટાટા સ્ટીલના શેરમાં 26 ટકાથી વધુનો વધારો થયો છે.
અધધ વળતર : રેલિગેર બ્રોકિંગે ટાટા સ્ટીલના શેર ખરીદી કરવાની સલાહ આપી હતી. એક મહિના માટે હોલ્ડિંગના દૃષ્ટિકોણથી શેર રુ.130 સુધી જાય તેવું લક્ષ્યાંક છે. સ્ટોપલોસ રૂ. 107 પર રાખવાનો છે અને બાય રેન્જ 114-115 છે. 10 જુલાઈ 2023 ના રોજ શેરની કિંમત 115.30 રૂપિયા પર બંધ થઈ હતી. છેલ્લા 5 દિવસમાં આ શેરમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. નોંધવા જેવી બાબત છે કે, ટાટા સ્ટીલના શેરમાં છેલ્લા એક વર્ષનું વળતર 26 ટકાથી વધુ રહ્યું છે. જ્યારે 5 વર્ષનું વળતર 100% થી પણ વધુ રહ્યું છે. આનો અર્થ એ થયો કે ટાટા સ્ટીલનો શેર લાંબા ગાળામાં મલ્ટી બેગર રહ્યો છે.
ટાટા સ્ટીલનું પરફોર્મન્સ : રેલિગેર બ્રોકિંગના જણાવ્યા અનુસાર, જૂન 2023માં મોટો સરેરાશ મેળવ્યા બાદ મેટલ ઈન્ડેક્સ ધીમે ધીમે વધી રહ્યો છે. ઇન્ડેક્સમાં આ વલણ સાથે ટાટા સ્ટીલમાં પણ રિકવરી જોવા મળી રહી છે. માર્ચ 2020 ના રેકોર્ડ નીચલા સ્તરથી સ્ટોકમાં 144 નું નવું રેકોર્ડ સ્તર જોવા મળ્યું હતું. ત્યારબાદ શેર સુધારામાં રહ્યો અને 80ના સ્તરને સ્પર્શ કર્યો હતો. આ શેર છેલ્લા એક વર્ષથી ઊંચો આધાર બનાવી રહ્યો છે અને અહીંથી અપ ટ્રેન્ડ શરૂ થઈ શકે છે. સાપ્તાહિક ચાર્ટ પર ઘટી રહેલી ટ્રેન્ડ લાઇનમાંથી બ્રેકઆઉટ દર્શાવ્યું છે. આવી સ્થિતિમાં ટાટા સ્ટીલમાં ફ્રેશ પોઝિશનની સલાહ આપવામાં આવી છે.