ETV Bharat / business

Stock Market Updates: BSE સેન્સેક્સ પ્રથમ વખત 66900 ઉપર ખૂલ્યો, નિફ્ટી 19,802 - ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક

છેલ્લા ઘણાં દિવસોથી એક પછી એક રેકોર્ડ બનાવ્યા બાદ આજે ફરી શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો હતો. BSE સેન્સેક્સ પ્રથમ વખત 66,905 પર ખુલ્યો હતો. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ અત્યાર સુધીના સૌથી ઊંચા 67,083ના સ્તરને સ્પર્શ્યો હતો. ઉપરાંત નિફ્ટી પણ પ્રથમ વખત 19,802 પર ખુલ્યો હતો.

Stock Market Updates : શેરબજારની મજબૂત શરૂઆત

author img

By

Published : Jul 19, 2023, 12:26 PM IST

મુંબઈ : આજે 19 જુલાઈ બુધવારના રોજ શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો હતો. BSE સેન્સેક્સ પ્રથમ વખત 66,905 પર ખુલ્યો હતો. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ 67,083ના સ્તરને સ્પર્શ્યો હતો. જે અત્યાર સુધીમાં સૌથી ઊંચો રહ્યો હતો. ઉપરાંત નિફ્ટી પણ પ્રથમ વખત 19,802 પર ખુલ્યો હતો. શેરો બજારમાં મહતમ ખરીદીમાં બેન્કિંગ ક્ષેત્ર જેમાં મુખ્યત્વે ખાનગી ક્ષેત્રના બેન્કિંગ મોખરે છે. જોકે, ઓટો સેક્ટર પર દબાણ જોવા મળી રહ્યું છે.

ટોપ ગેનર : NTPC 3 ટકાના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેનર છે. આ ઉપરાંત મજબૂત પરિણામોને કારણે ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક પણ 2% વધ્યો છે. જેને માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ આજના દિવસના આકર્ષક સ્ટોક તરીકે પસંદ કર્યો છે. મારુતિના શેરનું નિફ્ટીમાં ખૂબ જ નબળું પ્રદર્શન રહ્યું છે. ગઈકાલે ભારતીય શેરબજાર ઊંચા સ્તરે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 205 પોઈન્ટ વધીને 66,795 પર બંધ રહ્યો હતો.

તેજીના સંકેત : પાછલા કેટલાક દિવસોમાં શેરબજારમાં તેજી સર્જાય હતી. જેના મુખ્ય કારણો વૈશ્વિક બજાર રહ્યું હતું. વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેત મળી રહ્યા છે કે, શેરબજારમાં તેજી રહેશે. ઉપરાંત ડોલર સામે રૂપિયાની વધતી કિંમત, હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદી અને જૂન ક્વાર્ટરમાં કંપનીઓનું મજબૂત પ્રદર્શન પણ શેરબજારમાં તેજીના સંકેત છે.

સેન્સેક્સમાં શેરોની સ્થિતિ : BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 2.7% ના વધારા સાથે ટોપ ગેનર છે. ત્યારે આજના માર્કેટ માટે મહત્વપૂર્ણ સંકેતો પર નજર કરવી જરુરી છે. જેમાં US માર્કેટ 15 મહિનાની ઊંચાઈએ છે. ગાર્ટનર આઇટી ખર્ચની આગાહી, ESM ફ્રેમવર્ક પર સેબીનો મોટો નિર્ણય, ગઈકાલના પરિણામોમાં ઈન્ડસઈન્ડ બેંકની મજબૂત કામગીરી, F&O માં આજે 3 કંપનીઓના પરિણામ તથા આજે સમાપ્ત થતો RILના F&O સોદો વગેરે મહત્વપૂર્ણ પાસા છે.

US માર્કેટ : ઉલ્લેખનિય છે કે, US માર્કેટ 15 મહિનાની ઊંચાઈએ છે. DOW 365 પોઈન્ટ ઉછળીને દિવસની ટોચે બંધ રહ્યો હતો. DOW માર્ચ 2021 પછી સતત સાતમા દિવસે વધ્યો હતો. S&P 500 અને NASDAQ 0.75%, રસેલ 2000 1.25% વધ્યા છે. કમાણીની વૃદ્ધિ પર મોર્ગન સ્ટેન્લીના શેરમાં 6.5%નો ઉછાળો આવ્યો છે. બેન્ક ઓફ અમેરિકાના શેરમાં 4.5%નો ઉછાળો રહ્યો હતો. જ્યારે માઈક્રોસોફ્ટનો શેર 4% વધીને રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે.

  1. Gold Silver Rate: લગ્ન સીઝન શરૂ થાય એ પહેલા સોના-ચાંદીના ભાવમાં વધારો
  2. Ahmedabad News: નેપાળના નાણાંપ્રધાને ચેમ્બર ઓફ કોમર્સમાં યોજી મહત્વની બેઠક, ઉદ્યોગકારોને નેપાળમાં રોકાણ કરવા માટે આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.