ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરમાર્કેટમાં ભારે એક્શન, સપ્તાહના અંતે BSE Sensex અને NSE Nifty ડાઉન બંધ

ચાલુ સપ્તાહના અંતે ફરી Indian stock market ફરી ડાઉન બંધ થયું છે. આજે પણ BSE Sensex અને NSE Nifty ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે શેરમાર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

Stock Market Update
Stock Market Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 5:20 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 192 અને 91 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 188 અને 33 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા.

BSE Sensex : આજે 17 નવેમ્બર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 65,982 બંધની સામે 192 પોઈન્ટ ઘટીને 65,788 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 65,639 પોઈન્ટ ડાઉન અને 66,037 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex વધારા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 188 પોઈન્ટ ઘટીને 65,795 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.28 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 306 પોઈન્ટ ઉછાળા સાથે 65,982 પોઈન્ટ પર બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 33 પોઈન્ટ (0.17 %) વધીને 19,732 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 91 પોઈન્ટના ઘટાડા સાથે 19,674 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,667 પોઈન્ટ સુધી ડાઉન અને 19,806 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 90 પોઈન્ટ વધીને 19,765 ના મથાળે બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એશિયન પેઇન્ટ્સ (1.60 %), એચયુએલ (1.59 %), લાર્સન (1.57 %), નેસ્લે (1.18 %) અને પાવર ગ્રીડ કોર્પોનો (0.94 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં SBI (-3.56 %), એક્સિસ બેંક (-3.01 %), બજાજ ફાયનાન્સ (-2.27 %), ICICI બેંક (-1.42 %) અને બજાજ ફિનસર્વ (-0.69 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1079 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1048 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ટીસીએસ, HDFC બેંક અને SBI ના સ્ટોક રહ્યા હતા.

  1. Saving Tips: આજના યુવાનો માટે બચતની ટિપ્સ જે ભવિષ્યમાં આધાર બનશે
  2. pradhan Mantri Garib Kalyan Yojana: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ફરી 5 વર્ષ માટે લંબાવાઈ, 75 ટકા ગ્રામજનોને થશે ફાયદો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.