અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા (Stock Market India Update) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 59.15 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 58,833.87ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 36.45 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 17,558.90ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે ભલે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું તેમ છતાં સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે ગગડી ગયો છે.
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રેડર્સ આજે રેટ વધારાના માર્ગ પર ફેડના ચેરમેન જેરોમ પોવેલના ભાષણની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બજાર પહેલાથી જ 75 bps રેટમાં વધારો કરી ચૂક્યું છે. તો વોલેટિલિટી પાર્ટીસિપેન્ટસને ઉચાટમાં રાખશે. જ્યારે રેલી પછીની તાજેતરની ચાલ સૂચવે છે કે, સૂચકાંકો વર્તમાન સ્તરે એકીકૃત થઈ શકે છે. કોઈ મોટી સ્થાનિક ઘટનાની ગેરહાજરીમાં, વૈશ્વિક સૂચકાંકોનું પ્રદર્શન સંકેતો માટે રડાર પર રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચેના પરમાણુ કરારને (america iran nuclear deal) કારણે આગામી સપ્તાહે ઓઈલ એન્ડ ગેસ સેક્ટર ફોકસમાં રહી શકે છે. ચીન તરફથી મળેલા ઉત્તેજનને કારણે મેટલ સેક્ટર આગામી સપ્તાહમાં સારો દેખાવ કરી શકે છે.
આ પણ વાંચો આ કારણે આવ્ચો NDTVના શેરમાં 5 ટકાનો ઉછાળો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ગ્રેસિમ (Grasim) 3.10 ટકા, એનટીપીસી (NTPC) 2.83 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 2.82 ટકા, ટાઈટન કંપની (Titan Company) 2.69 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.66 ટકા.
આ પણ વાંચો સરકાર દ્વારા કરવામાં આવશે 17 કોલસાની ખાણોની હરાજી
સૌથી વધુ ગગડેલા શેર્સ આઈશર મોટર્સ (Eicher Motors) -3.63 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) - 1.85 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.37 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -1.16 ટકા, એચડીએફસી (HDFC) -0.95 ટકા.