અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા (Stock Market India today) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેેન્સેક્સ (Sensex) 54.13 પોઈન્ટ (0.09 ટકા)ના ઉછાળા સાથે 59,085.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 27.45 પોઈન્ટ (0.16 ટકા)ના વધારા સાથે 17,604.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે ફરી એક વાર સેન્સેક્સ (Stock Market India today) 60,000ને પાર થતા થતા રહી ગયો છે.
આ પણ વાંચો સરકાર દ્વારા કરવામાં આવશે 17 કોલસાની ખાણોની હરાજી
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.17 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.89 ટકા, ઓએનજીસી (ONGC) 1.68 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 1.06 ટકા, એનટીપીસી (NTPC) 1.04 ટકા.
આ પણ વાંચો EDના ગુજરાત સ્થિત બિઝનેસ ગ્રુપના 36 જગ્યાઓ પર દરોડા
સૌથી વધુ ગગડેલા શેર્સ બીપીસીએલ (BPCL) -1.24 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -1.21 ટકા, ડીવાઈસ લેબ્સ (Divis Labs) -1.03 ટકા, ટીસીએસ (TCS) -0.93 ટકા, ટાઈટન કંપની (Titan Company) -0.90 ટકા.