અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ (Stock Market India) શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 66.57 પોઈન્ટ (0.11ટકા)ના વધારા સાથે 61,211.41ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 13.80 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 18,173.80ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ કરાવી શકે છે ફાયદો એચડીએફસી બેન્ક (HDFC Bank), કેનરા બેન્ક (Canara Bank), યુકો બેન્ક (UCO Bank), ભારતી એરટેલ (Bharti Airtel), દિલ્હીવેરી (Delhivery), એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સ (Aptus Value Housing Finance), બજાજ ઑટો (Bajaj Auto), જેકે પેપર (JK Paper), થોમ કૂક (Thomas Cook).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 43.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.74 ટકાના વધારા સાથે 28,150.50ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.38 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો તાઈવાનનું બજાર ફ્લેટ વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.01 ટકાના ઘટાડા સાથે 17,477.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં 0.19 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.08 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે.