ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 337 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી હતી. ત્યારે આજે સેન્સેક્સ 337 અને નિફ્ટી 111 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું છે.

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 337 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સ 337 પોઈન્ટ તૂટ્યો
author img

By

Published : Mar 14, 2023, 3:59 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 337.66 પોઈન્ટ (0.58 ટકા)ના ઘટાડા સાથે 57,900.19ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111 પોઈન્ટ (0.65 ટકા) તૂટીને 17,043.30ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચોઃ US Banking Crisis : અમેરિકાની સિલિકોન વેલી બાદ હવે સિગ્નેચર બેંકને લાગ્યા તાળા

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ બીપીસીએલ 1.12 ટકા, ટાઈટન કંપની 1.01 ટકા, ભારતી એરટેલ 0.85 ટકા, લાર્સન 0.49 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 0.43 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -7.27 ટકા, અદાણી પોર્ટ્સ -3.92 ટકા, એમ એન્ડ એમ -2.74 ટકા, ટીસીએસ -2.04 ટકા, એચડીએફસી લાઈફ -1.75 ટકા.

કમાણીવાળા સ્ટોક્સઃ આ સ્ટોક્સમાં રોકાણ કરવાથી શોર્ટ ટર્મમાં સારી કમાણી થઈ શકે છે, જેમાં ટીડી પાવર સિસ્ટમ્સ, રેલિગેર એન્ટરપ્રાઈસીઝ, ઈન્દ્રપ્રસ્થ ગેસ.

આ પણ વાંચોઃ Nokia Netplus Collaboration : નોકિયા અને નેટપ્લસે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે હાથ મિલાવ્યો

માર્કેટની આજની સ્થિતિઃ આજના વેપારમાં પીએસઈ, ઑટો, એનર્જી, ઈન્ફ્રા શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મિડકેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયું હતું. તો નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી લગભગ 480 પોઈન્ટના સુધારા સાથે બંધ થયું છે. સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો, આજે પાવર ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે. જ્યારે ઑટો ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયું છે. તો આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.

લાઈફ ઈન્શ્યોરન્સ ડેટાઃ કુલ લાઈફ ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી પ્રીમીયમ વાર્ષિક આધારે 17 ટકા સુધી ગગડ્યો છે. જ્યારે પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ 10 ટકા ઉછળ્યો છે. તો રિટેલ એપીઈ 18 ટકા વધ્યો છે. તો એચડીએફસી લાઈફનું પ્રીમિયમ વાર્ષિક આધાર પર 9 ટકા ઉછળ્યો છે. તો આ તરફ રિટેલ એપીઈમાં 38 ટકાનો વધારો થયો છે. તો આઈસીઆઈસીઆઈ પીઆરયુનું પ્રીમિયમ 1 ટકા ઘટ્યું છે. તેમ જ રિટેલ એપીઈમાં 7 ટકા ઉછાળો આવ્યો છે. જ્યારે LICનું પ્રીમિયમ 32 ટકા ગગડ્યો છે અને રિટેલ એપીઈ 3 ટકા ગગડ્યો છે. ઉપરાંત એસબીઆઈ લાઈફનું પ્રીમિયમ વાર્ષિક આધાર પર 7 ટકા વધ્યું છે. તેમ જ રિટેલ એપીઈ 0.2 ટકા ગગડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.