અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 260.86 પોઈન્ટ (0.41 ટકા)ના ઘટાડા સાથે 60.431.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 85.60 પોઈન્ટ (0.48 ટકા) તૂટીને 17,770.90ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો Finance Minister on GST Dues : રાજ્યને કારણે GST વળતરની રકમ મુક્ત કરવામાં વિલંબ - નાણાપ્રધાન
માર્કેટની આજની સ્થિતિઃ ભારતીય શેરબજારમાં આજે દબાણ જોવા મળ્યું હતું. જ્યારે મિડકેપ, સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તો આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આઈટી, રિયલ્ટી, બેન્કિંગ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. તો ઑટો, ફાર્મા, એનર્જી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ઉપરાંત પીએસઈ, એફએમસીજી ઈન્ડેક્સ સામાન્ય વધારા સાથે બંધ થયા હતા.
BOM અને BOBએ વધાર્યા વ્યાજ દરઃ બેન્ક ઑફ મહારાષ્ટ્ર અને બેન્ક ઑફ બરોડાએ પણ લોનના દરમાં વધારો કર્યો છે. બેન્ક ઑફ મહારાષ્ટ્રએ એક વર્ષના માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ બેઈઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.20 ટકાનો વધારો કર્યો છે. હવે આ 8.20 ટકાથી વધીને 8.40 ટકા થઈ ગયું છે. MCLRના વધવાના કારણે હવે હોમ લોન, ઑટો લોન, પર્સનલ લોન અને તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. જ્યારે બેન્ક ઑફ બરોડાએ તમામ સમયગાળા માટે લેન્ડિંગ રેટને 0.05 ટકા વધારી દીધો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ ટાઈટન કંપની 2.05 ટકા, લાર્સન 1.82 ટકા, એનટીપીસી 1.73 ટકા, બજાજ ઑટો 1.35 ટકા, આઈશર મોટર્સ 1.25 ટકા.
આ પણ વાંચો Adani Group Share : અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ફરી ઘટાડો નોંધાયો
સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -7 ટકા, અદાણી પોર્ટ્સ 5.18 ટકા, એસબીઆઈ -2.81 ટકા, ઈન્ફોસિસ -2.56 ટકા, ટીસીએસ -1.56 ટકા.