અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 114.87 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 59,463.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45.45 પોઈન્ટ (0.26 ટકા) તૂટીને 17,465.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ Gold Silver price : સોના ચાંદીની બજારમાં મંદીની છાયા
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ ડિવાઈઝ લેબ્સ 1.46 ટકા, અદાણી પોર્ટ્સ 1.28 ટકા, એશિયન પેઈન્ટ્સ 1.20 ટકા, કૉલ ઈન્ડિયા 1 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 0.93 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ હિન્દલ્કો -4.86 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ -4.85 ટકા, એમ એન્ડ એમ -2.57 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -2.32 ટકા, તાતા સ્ટીલ -2.05 ટકા
આ પણ વાંચોઃ Vegetables Pulses Price : આજે સામાન્ય ફેરફાર શાકભાજી કઠોળના ભાવમાં
નિષ્ણાતના મતેઃ ટ્રેડબૂલ્સ સિક્યૂરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ નરમાતા માર્કેટમાં સતત 5 સત્રો સુધી ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટમાં હાલમાં કોઈ દેખીતું પોઝિટીવ ટ્રિગર જોવા નથી મળી રહ્યું, પરંતુ શોર્ટ કવરિંગ પાછળ એક નાના રિવર્સલની શક્યતાં ટાળી શકાય નહીં. યુએસ અર્થતંત્રમાં મજબૂતી આઈટી સેક્ટર માટે પોઝિટીવ બની શકે છે. કેપિટલ ગુડ્ઝ સેક્ટર પણ સારો દેખાવ જાળવી શકે છે.