અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 123.52 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 60,682.70ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 36.95 પોઈન્ટ (0.21 ટકા) તૂટીને 17,856.50ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળ આંશિક મોંઘા થયા
માર્કેટની આજની સ્થિતિઃ આજે છેલ્લા દિવસે બજારમાં વોલેટિલિટીની વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. આજના વેપારમાં મેટલ એનર્જી, એફએમસીજી શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, ઑટો શેર્સમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. તો નિફ્ટી બેન્ક ફ્લેટ સપાટીએ બંધ થયો છે. આ તમામની વચ્ચે ડૉલરની સરખામણીએ રૂપિયા 1 પૈસા મજબૂત થઈને 82.50ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ તાતા મોટર્સ 2.08 ટકા, યુપીએલ 1.37 ટકા, સિપ્લા 1.15 ટકા, હીરો મોટોકોર્પ 0.94 ટકા, લાર્સન 0.77 ટકા.
આ પણ વાંચોઃ Gold Silver price : સોના ચાંદીના ભાવમાં ધરખમ કડાકો
સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -4.09 ટકા, એચસીએલ ટેક -2.68 ટકા, હિન્દલ્કો -2.56 ટકા, તાતા સ્ટીલ -2.20 ટકા, કૉલ ઇન્ડિયા -1.42 ટકા.