અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 236.66 પોઈન્ટ (0.39 ટકા)ની નબળાઈ સાથે 60,621.77ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80.20 પોઈન્ટ (0.44 ટકા)ના ઘટાડા સાથે 18,027.65ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં ગૃહિણીઓને રાહત
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મુખ્ય ટ્રિગર્સની ગેરહાજરીમાં નિફ્ટી સાંકડી રેન્જમાં અટવાઈ જવાની શક્યતા છે. કેપેક્સ, ક્રેડિટ ગ્રોથ અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પીએમઆઈ પરના ડેટા સૂચવે છે કે, અર્થતંત્રમાં વૃદ્ધિ રિબાઉન્ડ મજબૂત છે. યુએસ તેની દેવાની ટોચમર્યાદાને હિટ કારવાથી બજારો અસ્થિર રહેશે. ચૂંટણી પહેલા આ આખા વર્ષનું છેલ્લું બજેટ છે તે જોતા અમે સરકારની અગાઉની નીતિમાંથી કોઈ નોંધપાત્ર ફેરફારોની અપેક્ષા કરતા નથી. સ્પષ્ટ રેન્જ બ્રેકઆઉટ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઇન્ડેક્સ આગળ જતાં 18250-17780 ની રેન્જમાં ઓસીલેટ થવાની ધારણા છે. જ્યારે ઇન્ડેક્સ 17780 ના સ્તરની નીચે તૂટી જાય ત્યારે મોટી નબળાઈ જોવા મળશે."
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ કૉલ ઇન્ડિયા 1.36 ટકા, પાવર ગ્રિડ કોર્પ 1.13 ટકા, એચડીએફસી બેન્ક 1.02 ટકા, એચડીએફસી 0.90 ટકા, આઈટીસી 0.74 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ એચયુએલ - 3.81 ટકા, એશિયન પેઇન્ટ્સ -2.73 ટકા, બજાજ ફાઈનાન્સ -2.53 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -2.45 ટકા, નેશલે -2.44 ટકા.
આ પણ વાંચો Gold Silver Price : સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં કડાકો
આ સ્ટોક્સમાં ડિલર્સે કરાવી બમ્પર ખરીદી એક છે એચડીએફસી લિમિટેડ અને બીજો છે ભેલ. સૂત્રોના મતે એચડીએફસી લિમિટેડના શેરમાં ડિલર્સની પોઝિશનલ ખરીદી કરવાની સલાહ છે. ડિલર્સે આજે પોતાના ક્લાઈન્ટ્સથી આ શેરમાં ખરીદી કરાવી છે. આ શેરમાં આજે FIIs દ્વારા ખરીદી જોવા મળી છે. ડિલર્સને શેર્સમાં 2,780-2,800 રૂપિયાના સ્તરની આશા છે. ત્યારે બીજા સ્ટોકનું નામ છે BHEL. ડિલર્સે આ PSU સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. ડિલર્સની ભેલના શેર પર બીટીએસટી સ્ટ્રેટર્જી એટલે કે આજે ખરીદી અને કાલે વેચવાની રણનીતિ અપનાવવાની સલાહ છે. ડિલર્સને લાગે છે કે, આ શેરમાં 83-85 રૂપિયાના સ્તર જોવાની આશા છે. આમ પણ આજે આ શેરમાં HNIsની ખરીદી જોવા મળી છે.