અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 361.01 પોઈન્ટ (0.60 ટકા)ના વધારા સાથે 60,927.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 117.70 પોઈન્ટ (0.65 ટકા)ના ઉછાળા સાતે 18,132.30ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 6.33 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 5.86 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 4.47 ટકા, ઓએનજીસી (ONGC) 2.48 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 2.43 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ એચયુએલ (HUL) -0.92 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -0.86 ટકા, નેશલે (Nestle) -0.61 ટકા, આઈટીસી (ITC) -0.43 ટકા, એનટીપીસી (NTPC) -0.27 ટકા.