અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 156.63 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 58,222.10ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News ) 57.50 પોઈન્ટ (0.33 ટકા)ની તેજી સાથે 17,331.80ના સ્તર પર બંધ થયો છે.
શેરબજારમાં તેજીનો યુ ટર્ન આ સાથે જ દિવસભરની ઉથલપાથલ પછી પણ શેરબજારમાં તેજીનો (Stock Market India Latest News) માહોલ રહ્યો છે. બીજી તરફ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 4.68 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 4.73 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 4.59 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 2.47 ટકા, લાર્સન (Larsen) 2.16 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ ભારતી એરટેલ (Bharti Airtel) - 2.50 ટકા, એચયુએલ (HUL) -2.05 ટકા, એચડીએફસી (HDFC) -1.52 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) -1.43 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.37 ટકા.