અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 415 પોઈન્ટ (0.76 ટકા)ના વધારા સાથે 60,265.85ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124.65 પોઈન્ટ (0.71 ટકા)ની તેજી સાથે 17,719ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Tips For Women To Get Independent: મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે છે, ફક્ત આ બાબતોનું ધ્યાન રાખો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ 5.50 ટકા, તાતા મોટર્સ 2.83 ટકા, ઓએનજીસી 2.56 ટકા, એનટીપીસી 2.43 ટકા, પાવરગ્રિડ કોર્પ 2.27 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ બ્રિટેનિયા -2.09 ટકા, તાતા સ્ટીલ -1.26 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -1.18 ટકા, હિન્દલ્કો -0.58 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -0.51 ટકા.
આ પણ વાંચોઃ Beware of UPI frauds: UPI છેતરપિંડીથી બચવા માટે છ અંકના પિનનો કરો ઉપયોગ
માર્કેટની આજની સ્થિતિઃ હોળી પહેલા શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ-નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે નિફ્ટી બેન્ક ઉપરથી ગગડીને સામાન્ય વધારા સાથે બંધ થયો છે. તો આજના વેપારમાં આઈટી, એનર્જી, પીએસઈ શેર્સમાં ખરીદી જોવા મળી છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, મેટલ શેર્સ સામાન્ય ઉછાળા સાથે બંધ થયા છે. તો રિયલ્ટી, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ પર દબાણ જોવા મળ્યું હતું.
અન્ય જાણવા જેવુંઃ રિયલ્ટીને છોડીને બજારમાં આજે ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. એનર્જી, આઈટી, ઑટો શેર્સાં સૌથી વધારે રોનક જોવા મળી રહી છે. જોકે, વિકલી એક્સપાયરી પહેલા ફાઈનાન્સ નિફ્ટી પણ પોણા એક ટકાની ઉપર વેપાર કરી રહ્યો છે. એટલે કે હોળી પહેલા તમામ લિકર શેર્સમાં તેજી આવી છે. તો ગ્લોબલ સ્પિરીટ્સ, જીએમ બ્રિવરીઝ 2 ટકા સુધી ઉપર વેપાર કરી રહ્યો છે. જોકે, આજે બજારમાં તેજી આવતા રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.