ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ પહોંચ્યો 58000ની નજીક - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજાર ઉછાળા (Stock Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 684.64 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 171.35 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ પહોંચ્યો 58000ની નજીક

author img

By

Published : Oct 14, 2022, 3:45 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Stock Market India) તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તેના કારણે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 684.64 પોઈન્ટ (1.20 ટકા)ના વધારા સાથે 57,919.97ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 171.35 પોઈન્ટ (1.01 ટકા)ના વધારા સાથે 17,185.70ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી હજી પણ 18,000ની સપાટીથી દૂર છે.

નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકી બજારના મજબૂત બંધને પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય બજાર (Stock Market India) સારા ગેપ સાથે ખૂલ્યું હતું. સ્થાનિક અર્નિંગે પણ સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો છે. તો ITના કારણે અગ્રણી બેન્કો આગામી દિવસોમાં ખૂબ સારા આંકડા દર્શાવે તેવી શક્યતા છે. જ્યારે ફાર્મા અને આઈટી આ અઠવાડિયે મજબૂત રહેવાની ધારણા છે. તો સ્ટીલ, બાંધકામ અને કેપિટલ ગુડ્સ દબાણ હેઠળ રહી શકે છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ઇન્ફોસિસ (Infosys) 3.84 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 3.26 ટકા, એચડીએફસી (HDFC) 2.88 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.14 ટકા, યુપીએલ (UPL) 2.09 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ ઓએનજીસી (ONGC) -1.77 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.42 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.21 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -1.20 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.13 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.