ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો - Tradebulls Securities

સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,017 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 276 પોઈન્ટના ઉછાળા સાથે 17,094ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India છેલ્લા દિવસે તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 30, 2022, 4:12 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) વધારા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,017 પોઈન્ટના વધારા સાથે 57,427ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 276 પોઈન્ટના ઉછાળા સાથે 17,094ના સ્તર પર બંધ થયો છે. જોકે, સેન્સેક્સ હજી પણ 58,000 અને નિફ્ટી 18,000ની નીચે જ જોવા મળ્યો છે. ત્યારે હવે આવતા સપ્તાહે (Stock Market India) આ બંનેની સપાટી ઉછળે તેવી શક્યતા છે.

નિષ્ણાતના મતે ટ્રેડબૂલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, RBIએ અપેક્ષા મુજબ 50 બેસીઝ રેટ વધારો કરતાં બજારને રાહત મળી હતી. સેન્ટ્રલ બેન્ક સ્થાનિક તેમ જ બાહ્ય જોખમો વચ્ચે સંતુલન રાખવા બાબતે વિશ્વસ્ત જણાતી હતી. તો રેટ વૃદ્ધિના કારણે રિયલ્ટી સેક્ટર પર તહેવારોની સિઝન અગાઉ દબાણ જોવા મળી શકે છે. બેંક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સંભવતઃ સ્થિરતા દર્શાવે તેવું જણાય છે. જ્યારે આઈટી અને રિયલ્ટી પર થોડું દબાણ શક્ય છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 5.21 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 4.61 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) 3.76 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 3.25 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 3.05 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -1.25 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.19 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -0.77 ટકા, ડો રેડ્ડી લેબ્સ (Dr Reddys Labs) -0.57 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.56 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.