ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 58,000ની નજીક - Stock Market India closed with boom on Friday

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં તેજી આવી હતી. ત્યારે આજે સેન્સેક્સ 355 અને નિફ્ટી 114 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું છે.

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 58,000ની નજીક

author img

By

Published : Mar 17, 2023, 5:11 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 355.06 પોઈન્ટ (0.62 ટકા)ની તેજી સાથે 57,989.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114.45 પોઈન્ટ (0.67 ટકા)ના વધારા સાથે 17,100.05ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચોઃ Paytm UPI Liteના યુઝર્સની સંખ્યા 2 મિલિયનને પાર, દરરોજ 5 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન

નિષ્ણાતના મતેઃ ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નાણાકીય ક્ષેત્રમાં અરાજક્તા વચ્ચે બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી રહી છે. યુએસ ખાતે સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના પતનથી આની શરૂઆત થઈ હતી. ને હવે તે યુરોપીયન બેન્કો ખાસ કરીને ક્રેડિટ સ્વીસ સુધી પહોંચી છે. વૈશ્વિક બેન્કિંગ શેર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. સ્થાનિક સ્તરે પણ બેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટી 17,000ના સાઈકોલોજિકલ સપોર્ટ નજીક છે. છતાં ઘટાડાની ગતિ ચિંતાનો વિષય છે. જો તે 16,950ની નીચે ઊતરશે આગામી દિવસોમાં 16,860-16,700 ઝોન તરફ આગળ ધકેલશે. જ્યાં સુધી 17,320ની ઉપર બંધ ન થાય ત્યાં સુધી ટ્રેડર્સે જાગ્રત રહેવું અને તેમની શોર્ટ પોઝિશન જાળવી રાખવી જોઈએ.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ એચસીએલ ટેક 3.36 ટકા, હિન્દલ્કો 3.05 ટકા, યુપીએલ 2.76 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.61 ટકા, નેશલે 2.21 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ આઈશર મોટર્સ -2 ટકા, આઈટીસી -1.55 ટકા, એનટીપીસી -1.48 ટકા, મારૂતિ સુઝૂકી -1.43 ટકા, સિપ્લા -1.06 ટકા.

આ પણ વાંચોઃ Adani repays pledging shares: અદાણીએ શેર ગીરવે મુકીને લીધેલી 2 બિલિયનથી વધુની લોન ચૂકવી

માર્કેટની આજની સ્થિતિઃ સેન્સેક્સ પર એચસીએલ ટેકના શેર સૌથી વધુ 3.58 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. તો સેક્ટોરલ ઈન્ડિસીઝની વાત કરવામાં આવે તો, ઑટો અને એફએમસીજીને છોડીને અન્ય તમામ સેક્ટોરલ ઈન્ડિસીઝ લીલા નિશાન પર બંધ થયા હતા. તો બીએસઈ મિડકેપ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે બંધ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.