ETV Bharat / business

Stock Market Closing Bell : સપ્તાહની નબળી શરુઆત, BSE Sensex 325 પોઈન્ટ ડાઉન બંધ

ચાલુ સપ્તાહની શરુઆત સાથે જ ભારતીય શેરબજારે રોકાણકારોની આશા પર પાણી ફેરવ્યું હતું. આજે BSE Sensex અને NSE Nifty ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે શેરમાર્કેટ માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 4:43 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં નબળી શરુઆત કરી રોકાણકારોને તહેવાર સમયે ફટકો આપ્યો છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 101 અને 39 પોઈન્ટ ઘટીને ખુલ્યા હતા. ત્યારબાદ શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 325 અને 82 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે ઉતાર ચઢાવ રહ્યો હતો.

BSE Sensex : આજે 13 નવેમ્બર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 65,259 બંધની સામે 101 પોઈન્ટ ઘટીને 65,158 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરુઆતી કારોબારોમાં રિકવરી સાથે 65,176 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ અચાનક 323 પોઈન્ટની ડૂબકી મારી 64, 853 સુધી ડાઉન ગયો હતો. BSE Sensex ઘટાડા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 325 પોઈન્ટ ઘટીને 64,933 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.50 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 82 પોઈન્ટ (0.42 %) ઘટીને 19,443 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 39 પોઈન્ટ ઘટીને 19,486 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,414 પોઈન્ટ સુધી ડાઉન અને 19,494 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે અગાઉ NSE Nifty ઈનડેક્સ 19,525 ના મથાળે સપાટ બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એમ એન્ડ એમ (0.86 %), એનટીપીસી (0.80 %), ઇન્ડસઇન્ડ બેંક (0.56 %), પાવર ગ્રીડ કોર્પો (0.31 %) અને JSW સ્ટીલનો (0.10 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઇનાન્સ (-1.43 %), ટેક મહિન્દ્રા (-1.10 %), ઇન્ફોસિસ (-0.81 %), નેસ્લે (-0.75 %) અને ટીસીએસ (-0.73 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 795 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1339 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ICICI બેંક, HDFC બેંક, SBI અને કોટક મહિન્દ્રાનો સ્ટોક રહ્યા હતા.

  1. EPFO Interest : દિવાળી પહેલા EPFO ધારકો માટે ખુશખબર, ચેક કરો વ્યાજના પૈસા આવ્યા !
  2. ધનતેરસ પર 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ, સોનાનું સૌથી વધુ વેચાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.