ETV Bharat / business

Share Market Update: ચાર દિવસ ભારે ઉછાળા બાદ બજારની શરુઆત હવે સ્થિર, ક્રુડને અસર - BSE સેન્સેક્સ

સતત છેલ્લા ચાર દિવસોથી એક પછી એક રેકોર્ડ બનાવ્યા બાદ આજે શેરબજાર ખુલતાની સાથે Sensex સ્થિર રહ્યો હતો. BSE Sensex લગભગ 120 પોઈન્ટ ઘટીને 66,972 પર પહોંચી ગયો છે. જ્યારે ઈન્ડેક્સ 67,074 પર શરૂ થયો છે. ઉલ્લેખનિય છે કે, ગઇકાલે BSE Sensex ટ્રેડિંગ સેશનને અંતે 67,097.44 બંધ થયો હતો. જ્યારે NSE Nifty Index 19,833.15 પર બંધ થયો હતો.

આજે બજારની સ્થિર શરુઆત
આજે બજારની સ્થિર શરુઆત
author img

By

Published : Jul 20, 2023, 12:18 PM IST

Updated : Jul 20, 2023, 12:51 PM IST

મુંબઈ : આજે 20 જુલાઈ ગુરુવારના રોજ શેરબજારની શરુઆત ગઈકાલની સરખામણીએ સ્થિર રહી હતી. BSE Sensex આજે 67,074.34 પર શરુ થયો હતો. જે લગભગ 120 પોઈન્ટ ઘટાડો દેખાડે છે. જ્યારે NSE Nifty 19831.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. આમ આજે તે મહત્વની સપાટીથી નીચે સરકી ગયો છે. બજારમાં વેચવાલીમાં IT, FMCG શેરોમાં સૌથી વધુ નરમાઈ છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય શેરબજાર છેલ્લા ચાર-પાંચ દિવસોથી નવા રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. ઉપરાંત શરુઆતમાં પણ તેજી જોવા મળી હતી. ગઈકાલે BSE સેન્સેક્સ 302 પોઈન્ટ વધીને 67,097 પર બંધ રહ્યો હતો.

સ્થિર શરુઆત : ગુરુવારની બજારની શરુઆતમાં BSE Sensex ઇન્ડેક્સ 67,074.34 પર શરૂ થયો છે. જે ગતરોજ ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને 66,703.61 હતો. ત્યાંથી નવી લેવાલી નીકળતાં 67,171.38ની નવી હાઈ બતાવીને ટ્રેડિંગ સેશનને અંતે 67,097.44 બંધ થયો હતો.

Niftyનો ઝડપી ઉછાળો : આજે NSE Nifty 19831.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. જે ગતરોજ 19,802.95 ખુલીને શરૂમાં ઘટી 19,727.45 થયો હતો. પરંતુ ત્યાંથી ઝડપી ઉછાળો લઈને 19,851.70ની નવી હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 19,833.15 બંધ થયો હતો.

મહત્વપૂર્ણ ટ્રિગર : સુસ્ત વૈશ્વિક સંકેતોના કારણે આજે બજારની શરુઆત સ્થિર લાગી રહી છે. ત્યારે આજના બજાર માટે અમુક પાસા મહત્વપૂર્ણ ટ્રિગર બની રહેશે. જેમાં DOW સતત 8મા દિવસે ઉછાળા સાથે 35000ને પાર થયો છે. જ્યારે JIO ફાઇનાન્સનું ડિમર્જર, RIL માં સ્પેશિયલ પ્રી-ઓપન સેશન મહત્વપૂર્ણ સંકેત છે. Nifty ના તગડા સ્ટોક ઈન્ફોસિસ અને HUL ના આજે પરિણામ આવશે. ઉપરાંત ગઈકાલે અને આજે આવેલા 7 F&O પરિણામો પણ આજના બજારને અસર કરી શકે છે.

વૈશ્વિક કોમોડિટી બજાર : હાલમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ભારે સુસ્તી જોવા મળી રહી છે. જેમાં ડોલર ઇન્ડેક્સમાં રિકવરીનું દબાણ જોવા મળ્યું છે, જે 100 ની નજીક હતું. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં ક્રૂડ ઓઈલ મામૂલી ઘટાડા સાથે 80 ડોલરની નીચે બંધ થયું હતું. US સાપ્તાહિક ક્રૂડ સ્ટોક પાઈલ્સમાં અપેક્ષા કરતા ઓછો ઘટાડો છે. એક મહત્વપૂર્ણ પાસું રજાઓ પણ છે. રજાઓમાં ડ્રાઇવિંગની માંગ નબળી હોવાના કારણ ગેસોલિનની માંગ ઘટી છે.

  1. Stock Market Bullish : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 302 પોઈન્ટ વધુ ઉછળી નવી હાઈ પર
  2. SIP Investment : SIPમાં આ રીતે રોકાણ કરવાથી સારો નફો મળે છે, જાણો કઈ રીતે

Last Updated : Jul 20, 2023, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.