મુંબઈ: વૈશ્વિક બજારોમાં તેજી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે ગુરુવારે પ્રારંભિક વેપાર દરમિયાન મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો. આ દરમિયાન BSE સેન્સેક્સ 379.15 પોઈન્ટ વધીને 61,654.24 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 108.25 પોઈન્ટ વધીને 18,124.10 પર હતો. જાપાન, ચીન અને હોંગકોંગના બજાર મધ્ય સત્રમાં ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. બુધવારે યુએસ બજારો જોરદાર બંધ થયા છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.49 ટકા વધીને $85.80 પ્રતિ બેરલ થઈ ગયું છે.
સેન્સેક્સ લીલા લીલા નિશાનમાં ટ્રેડ: ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને એચડીએફસી બેન્કના શેર મુખ્ય રીતે પ્રોફિટમાં હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની તમામ કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ રૂ. 432.15 કરોડના શેર ખરીદ્યા હતા.
ડૉલર સામે રૂપિયો 21 પૈસા થયો મજબૂત: ડૉલરમાં વ્યાપક નબળાઈ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં મજબૂતાઈ વચ્ચે ગુરુવારે પ્રારંભિક વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો 21 પૈસા વધીને 82.6 થયો. ફોરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે સ્થાનિક વેપાર ખાધ અને વિદેશી ભંડોળના પ્રવાહના મજબૂત ડેટાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.72 પર ખૂલ્યો હતો અને પછી તેના અગાઉના બંધ ભાવ કરતાં 21 પૈસા વધીને 82.62 સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચો Adani Group Investors: અદાણી સમૂહના રોકાણકારોના 20 દિવસમાં 75 ટકા રોકાણકારોના નાણાં ડૂબ્યા
શેરબજારની સ્થિતિ: બુધવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 82.83 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.25 ટકા ઘટીને 103.66 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.50 ટકા વધીને બેરલ દીઠ $85.81 પર છે. શેરબજારના અસ્થાઈ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ બુધવારે ચોખ્ખા ધોરણે રૂ. 432.15 કરોડના શેરની ખરીદી કરી હતી.