મુંબઈ: શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બેંકિંગ, એફએમસીજી અને ઓટો સેકટરના શેરોમાં નવી લેવાલીથી ભાવમાં ભારેખમ ઉછાળો આવ્યો હતો. પરિણામે સેન્સેક્સ 709.96(1.16 ટકા)ઉછળી 61,764.25 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 195.40(1.08 ટકા) ઉછળી 18,264.40 બંધ થયો હતો. શેરબજાર આજે તેજીની આગેકૂચ સાથે બંધ થયું હતું. નિફટી બેંકમાં 1.50 ટકાની તેજી થઈ હતી.
સેન્સેક્સમાં 709.96નો ઉછાળો: નિફટી એફએમસીજી અને ઓટો સેકટરના ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં બેંક, રિયલ્ટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. ઓટોમોબાઈલ, એફએમસીજી, મેટર શેરોમાં નવી લેવાલી આવી હતી, પરિણામે શેરબજારમાં તેજીનો ટોન જળવાઈ રહ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 61,054.29ની સામે આજે સોમવારે સવારે 61,166.09 ખુલીને એકતરફી વધી 61,854.19 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 61,764.25 બંધ થયો હતો. જે 709.96નો ઉછાળો દર્શાવે છે.
નિફટીમાં 195.40નો ઉછાળો: નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 18,069.00ની સામે આજે સવારે 18,120.60 ખુલીને શરૂમાં સામાન્ય ઘટી 18,100.30 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 18,286.95 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 18,264.40 બંધ થયો હતો. જે 195.40નો ઉછાળો દર્શાવે છે. આજે સોમવારની તેજીથી માર્કેટના કુલ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 276.12 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. જે આગલા સેશનમાં રૂપિયા 273.78 લાખ કરોડ હતું. આમ આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 2.34 લાખ કરોડનો વધારો થયો છે. સાદી ભાષામાં કહી તો માર્કેટની આજની તેજીથી રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2.34 લાખ કરોડનો વધારો થયો છે.
ડેકલાઈન રેશિયો પોઝિટિવ: મુંબઈ શેરબજારમાં એડવાઈન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. બીએસઈ પર કુલ લિસ્ટેડ 3,811 શેરમાંથી 2,078 શેર પ્લસમાં બંધ હતા અને 1568 શેર માઈનસમાં બંધ હતા. જ્યારે 165 શેર કોઈ ફેરફાર વગર બંધ થયા હતા. સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ઈન્ડુસઈન્ડ બેંક(4.92 ટકા), તાતા મોટર્સ(4.82 ટકા), બજાજ ફાઈનાન્સ(4.21 ટકા), બજાર ફિનસર્વ(3.32 ટકા) અને એચસીએલ ટેક(1.89 ટકા) સૌથી વધુ ઊંચકાયેલા શેર રહ્યા હતા.
સૌથી વધુ ગગડેલા શેરઃ કોલ ઈન્ડિયા(1.92 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(1.71 ટકા), સન ફાર્મા(0.89 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.72 ટકા) અને બ્રિટાનિયા(0.60 ટકા) સૌથી વધુ ગગડેલા શેર રહ્યા હતા. વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને યુએસ શેરબજારોમાં તેજી વચ્ચે સોમવારે શરૂઆતના વેપાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બંનેના શેરમાં ખરીદીને કારણે પણ બજારને ટેકો મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં, BSE નો 30 શેરો વાળો સેન્સેક્સ ઈન્ડેક્સ 391.8 પોઈન્ટ વધીને 61,446.09 ના સ્તર પર હતો. NSE નિફ્ટી 107.3 અંક વધીને 18,176.30 પર પહોંચ્યો હતો.
નફાકારક સ્થિતિ આવીઃ સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, HDFC, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્ક મુખ્ય નફાકારક હતા. બીજી તરફ ઇન્ફોસિસે ઘટાડો કર્યો હતો. અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફામાં હતો જ્યારે જાપાનનો નિક્કી ઘટ્યો હતો. શુક્રવારે યુએસ માર્કેટ સારા ઉછાળા સાથે બંધ થયા છે.
ડોલર સામે રૂપિયો: વિદેશી બજારમાં અમેરિકન ચલણમાં નબળાઈ વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 8 પૈસા સુધરીને 81.70 થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો અને ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 75 ડોલરથી નીચે આવતા સ્થાનિક ચલણને પણ ટેકો મળ્યો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રીતે 81.76 પર ખુલ્યો હતો અને પછી તેના અગાઉના બંધ ભાવથી 8 પૈસા વધીને 81.70 થયો હતો.
આ પણ વાંચોઃ
શેરની ખરીદીઃ ગુરુવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 81.78 ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારે બુદ્ધ પૂર્ણિમાના કારણે ફોરેક્સ માર્કેટ બંધ રહ્યું હતું. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.07 ટકા ઘટીને 101.14 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.07 ટકા વધીને બેરલ દીઠ $75.35 પર છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ શુક્રવારે ચોખ્ખા ધોરણે રૂપિયા 777.68 કરોડના શેરની ખરીદી કરી હતી.