ETV Bharat / business

Share Market India: શેરબજારની નબળી શરૂઆત, શું આજે પણ ધોવાશે રોકાણકારોના પૈસા? - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 714.08 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 222.60 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની નબળી શરૂઆત, શું આજે પણ ધોવાશે રોકાણકારોના પૈસા?

author img

By

Published : May 12, 2022, 9:38 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી (World Stock Market) નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 714.08 પોઈન્ટ (1.32 ટકા)ના ઘટાડા સાથે 53,374.31ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 222.60 પોઈન્ટ (1.38 ટકા)ના ઘટાડા સાથે 15,944.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- ગુજરાતની કંપની વિનસ પાઈપ્સનો IPO 11 મેના રોજ ખૂલશે, જાણો આઈપીઓ ભરવા જેવો છે કે નહી?

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 171.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.84 ટકાના ઘટાડા સાથે 25,992.68ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.69 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.69 ટકાના ઘટાડા સાથે 15,895.02ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.94 ટકા તૂટીને 19,638.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.24 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. સાથે સાથે શાંઘાઈ કોમ્પોઝિટ 0.22 ટકાના ઉછાળા સાથે 3,051.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો ગઈકાલે ડાઉ જોન્સ 300 પોઈન્ટથી પણ વધુ ગગડીને બંધ થયો હતો.

આ પણ વાંચો- ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

આ સ્ટોક્સમાં રોકાણથી થશે ફાયદો - મેક્રોટેક ડેવલપર્સ (Macrotech Developers), પેટ્રોનેટ એલએનજી (Petronet LNG), ઓએનજીસી (ONGC), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.