અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, સવારે શેરબજાર (Share Market India) તેજી સાથે શરૂ થયું હતું. તેમ છતાં આખા દિવસ દરમિયાન વેપારમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નહતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 185.24 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 55,381.17ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 61.80 પોઈન્ટ (0.37 ટકા) તૂટીને 16,522.75ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.31 ટકા, કૉલ ઈન્ડિયા (Coal India) 1.63 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.37 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.26 ટકા, એચડીએફસી (HDFC) 1 ટકા.
આ પણ વાંચો- ભારતનો જાન્યુઆરી-માર્ચનો આર્થિક વિકાસ પહોચ્યો અહિ...
સૌથી વધુ ગગડેલા શેર્સ - બજાજ ઑટો (Bajaj Auto) -3.73 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -3.53 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.85 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.82 ટકા, બ્રિટેનિયા (Britannia) -2.65 ટકા.
આ પણ વાંચો- પહેલા પેટા મર્યાદા વિશે જાણો ને પછી લો આરોગ્ય વીમા પૉલિસી
બેન્કની માર્કેટ કેપ વધી - આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank)ની માર્કેટ કેપ મામલામાં ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation LIC)ને પાછળ પાડતા ભારતની છઠ્ઠી સૌથી મોટી મૂલ્યવાન કંપની બની ગઈ છે. ટોપ 10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં LIC હવે 7મા નંબર પર છે. જ્યારે HDFC લિમિટેડ (HDFC Limited) 8મા સ્થાને છે. તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) નવમા સ્થાન પર છે. BSEના ડેટા અનુસાર, મંગળવારે ટ્રેડિંગ સેશન ખતમ થતા LICની માર્કેટ કેપ 5,13,273.56 કરોડ રૂપિયા, જ્યારે ICICI બેન્કની માર્કેટ કેપ 5,22,519 કરોડ રૂપિયા હતી.