ETV Bharat / business

Share Market India: શેરબજાર માટે દિવસ રહ્યો 'અમંગળ', LIC IPOમાં રોકાણ કર્યું હોય તો જાણી લો કામની વાત - LIC IPO

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 105.82 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 61.80 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજાર માટે દિવસ રહ્યો 'અમંગળ', LIC IPOમાં રોકાણ કર્યું હોય તો જાણી લો કામની વાત

author img

By

Published : May 10, 2022, 3:45 PM IST

અમદાવાદઃ ભારતીય શેરબજાર (Share Market India) આજે (મંગળવાર) ઘટાડા સાથે બંધ થતા સપ્તાહના બીજો દિવસ અમંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 105.82 પોઈન્ટ (0.19 ટકા)ના ઘટાડા સાથે 54,364.85ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 61.80 પોઈન્ટ (0.38 ટકા)ના ઘટાડા સાથે 16,240.05ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - એચયુએલ (HUL) 2.99 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 2.61 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.43 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.23 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 2.19 ટકા.

આ પણ વાંચો- તમારા મહેનતના પૈસા કઈ રીતે બચાવવા અને તેમાં વૃદ્ધિ કરવી, જાણો

સૌથી વધુ ગગડેલા શેર્સ - કોલ ઈન્ડિયા (Coal India) -7.35 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -6.66 ટકા, ઓએનજીસી (ONGC) -6.56 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -4.78 ટકા, હિન્દલ્કો (Hindalco) -4.51 ટકા.

આ પણ વાંચો- HDFC Bank Loan: HDFCએ ધિરાણ દરમાં આટલા ટકાનો કર્યો વધારો, હવે લોન લેવી થશે મોંઘી

LIC IPO: LICનો મેગા IPO ગઈકાલે (9 મે)એ બંધ (LIC IPO) થઈ ગયો છે. 17 મેએ આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. શું તમે નફો કમાવવા માટે આ IPOમાં રોકાણ કર્યું છે. અથવા તમે લાંબા ગાળાના રોકાણકાર છો. જોકે, આ IPOને લઈને રોકાણકારોમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનાથી લાગે છે કે, વધુને વધુ આ IPOમાં લિસ્ટિંગ ગેઈન્સ માટે રોકાણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ એક એવો IPO છે, જે બંને પ્રકારના રોકાણ માટે સાચો છે. ઝડપી નફો બૂક કરવો યોગ્ય રહેશે અથવા લાંબા ગાળાનું રોકાણ યોગ્ય રહેશે. એ તમારે નક્કી કરવાનું છે. જો તમારી પાસે એવા પૈસા છે, જેનાથી તમે થોડા વર્ષ સુધી શેર્સમાં રાખી શકો છો. તે પછી LICના શેર્સ તમને નિરાશ નહીં કરે. જો તમે નાણા લાંબા સમય સુધી બ્લોક નથી કરવા માગતા તો તમે ઝડપથી પ્રોફિટ બૂક કરાવી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.