અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મજબૂત સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્ચસેન્જનો સેન્સેક્સ (Sensex) 582.73 પોઈન્ટ (1.05 ટકા)ના વધારા સાથે 55,341.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્ચસેન્જનો નિફ્ટી (Nifty) 183.50 પોઈન્ટ (1.12 ટકા)ની મજબૂતી સાથે 16,524.05ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 1.27 ટકા ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 2.37 ટકાના વધારા સાથે 27,599.52ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 1.22 ટકાના વધારા સાથે 14,873.69ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.85 ટકાના વધારા સાથે 21,043.17ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.93 ટકાના ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.66 ટકાના વધારા સાથે 3,301.21ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે
આ સ્ટોક્સમાં થઈ શકે છે સારી કમાણી- આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard), પરાગ મિલ્ક ફૂડ્સ (Parag Milk Foods), વેદાન્તા (Vedanta), ગુડયર (Goodyear), ટેક મહિન્દ્રા (Tech Mahindra), પીએનબી હાઉસિંગ (PNB Housing), ઈન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL), એચઓઈસી (HOEC), ચેન્નઈ પેટ્રો (Chennai Petro).