અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 46.94 પોઈન્ટ (0.08 ટકા)ના વધારા સાથે 58,434.87ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 14.90 પોઈન્ટ (0.09 ટકા)ના ઉછાળા સાથે 17,412.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- લોન લેતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
આ સ્ટોક ચર્ચામાં રહેશે - સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (State Bank of India), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (Bharat Petroleum Corporation), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (Hindustan Petroleum Corporation), મેરિકો (Marico), વન 97 કમ્યુનિકેશન્સ (One 97 Communications), એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ (FSN E-Commerce Ventures), આઈબીઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપર્સ (IBR Infrastructures Developers).
આ પણ વાંચો- નાણાકીય વર્ષમાં મારુતિ સુઝુકી 20 લાખ યુનિટનું કરશે ઉત્પાદન
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 25 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.23 ટકાના વધારા સાથે 28,241.09ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.61 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.25 ટકા ગગડીને 14,997.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 0.92 ટકાના ઘટાડા સાથે 20,015.82ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.09 ટકાના વધારા સાથે 3,229.87ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.