અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 334.22 પોઈન્ટ (0.57 ટકા)ના વધારા સાથે 58,684.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 91.60 પોઈન્ટ (0.53 ટકા)ની મજબૂતી સાથે 17,479.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-ભારતનો સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર જુલાઈ દરમિયાન થયો સૌથી નીચો
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - વોડાફોન આઈડીયા (Vodafone Idea), ઈન્ટરગ્લોબ એવિએશન (InterGlobe Aviation), આઈનોક્સ લાઈઝર (Inox Liesure), જેએમસી પ્રોજેક્ટ્સ (JMC Projects),સતિન ક્રેડિટકેર નેટવર્ક (Satin Creditcare Network), ગલ્ફ ઓઈલ લ્યૂબ્રિકન્ટ્સ ઈન્ડિયા (Gulf Oil Lubricants India), ફાઈનોટેક્સ કેમિકલ (Fineotex Chemical).
આ પણ વાંચો- વીમાં પોલીસીમાં ક્લેમ રીજેક્ટ થાય એ પહેલા રીન્યૂ પ્રોસેસ અંગે જાણો
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 48.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.54 ટકાના વધારા સાથે 27,892.68ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.13 ટકાના સામાન્ય વધારા સાથે જોવા મળી રહ્યો છે. સાથે તાઈવાનનું બજાર 0.50 ટકા ગગડીને 14,703.64ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 1.75 ટકાના ઉછાળા સાથે 20,112.07ના સ્તર પર તો કોસ્પી 0.35 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.37 ટકાના વધારા સાથે 3,175.22ના સ્તર પર જોવા મળી રહ્યો છે.