અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ આજનો દિવસ શેરબજાર માટે (Share Market India) મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 776.72 પોઈન્ટ (1.37 ટકા)ના ઉછાળા સાથે 57,356.61ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 246.85 પોઈન્ટ (1.46 ટકા)ના વધારા સાથે 17,200.80ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- સાવધાન: નવી વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો? તો છેતરપિંડી કરનારાઓથી આ રીતો બચી શકો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - અદાણી પોર્ટ્સ (Adani Ports) 5.81 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 5.73 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 5.05 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 4.11 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.86 ટકા.
આ પણ વાંચો-ટોચની ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો, ટેથરમાં આવ્યો ઉછાળો
સૌથી વધુ ગગડેલા શેર્સ - ઓએનજીસી (ONGC) 2.03 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.16 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -0.58 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -0.41 ટકા, હિન્દલ્કો (Hindalco) -0.38 ટકા.
શેરબજારમાં પરત આવી તેજી - 2 સેશનના ઘટાડા સાથે આજે ભારતીય શેરબજારમાં (Share Market India) સારી તેજી જોવા મળી છે. નિફ્ટી 17,150 અને બેન્ક નિફ્ટી 36,500 પોઈન્ટની ઉપર ટકવામાં સફળ થયો છે. બેન્ક નિફ્ટીએ સતત બીજા દિવસે પણ સારું પર્ફોર્મન્સ બતાવ્યું છે. નિફ્ટીમાં 17,000ના કોલમાં અનવાઈડિંગ જોવા મળી રહી છે. જ્યારે 17,100ની પુટમાં સૌથી વધુ રાઈઝિંગ જોવા મળી રહી છે. બીજી તરફ બેન્ક નિફ્ટીમાં 36,500ના કોલ અને પુટ બંનેમાં સૌથી વધુ રાઈટિંગ નજર આવી રહી છે.