ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે ધબડકો, સેન્સેક્સ 202 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 202.91 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 46.10 પોઈન્ટ તૂટીને જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે ધબડકો, સેન્સેક્સ 202 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Apr 11, 2022, 10:14 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 202.91 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 59,244.27ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 46.10 પોઈન્ટ (0.26 ટકા) તૂટીને 17,738.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- દેશમાં માત્ર 19 વર્ષમાં 1300 કરોડથી પણ વધારે બેન્ક છેતરપિંડી, RTIમાં થયો ખુલાસો

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - આજે દિવસભર એસકોર્ટ્સ (Escorts), રૂચિ સોયા (Ruchi Soya), વોડાફોન (Vodafone), બંધન બેન્ક (Bandhan Bank), કેર રેટિંગ (Care Rating), ગો ફેશન્સ (Go Fashions), રાઈટ્સ (RITES) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- ટેક્સ કલેક્શન વધીને 27.07 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ પર પહોંચ્યો, ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે

વૈશ્વિક બજારની સ્થિતિ - આ તમામની વચ્ચે એશિયન બજારમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 134.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.71 ટકાના ઘટાડા સાથે 26,793.46ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.93 ટકાની નબળાઈ સાથે જોવા મળી રહ્યું છે. આ સાથે જ તાઈવાનનું બજાર 1.21 ટકાના ઘટાડા સાથે 17,074.63ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.52 ટકાના ઘટાડા સાથે 21,320.60ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.49 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 1.98 ટકા તૂટીને 3,187.62ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.