ETV Bharat / business

Share Market India: સામાન્ય તેજી સાથે શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 76 નિફ્ટી 36 પોઈન્ટ ઉછળ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ મજબૂત થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 76.97 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 36 પોઈન્ટની તેજી સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: સામાન્ય તેજી સાથે શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 76 નિફ્ટી 36 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Apr 19, 2022, 9:30 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ મજબૂત થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 76.97 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે 57,243.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 36 પોઈન્ટ (0.20 ટકા)ની તેજી સાથે 17,210ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- cryptocurrency prices jump : ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 20 ટકાનો ઉછાળો, જાણો બિટકોઈનની સ્થિતિ

આજે આ શેર ચર્ચામાં રહેશે - આજે દિવસભર માઈન્ડટ્રી (Mindtree), એલટીઆઈ (LTI), એસીસી (ACC), પાવર સેક્ટર (Power Sector), વેરોક એન્જિનિયરિંગ (Varroc Engineering), ઈન્ડિગો (Indigo), સ્પાઈસજેટ (Spicejet), ઈનિયોસ સ્ટરોલ્યુશન (Ineos Styrolution), કોલ ઇન્ડિયા (Coal India), આઈજીએલ (IGL), ઝોમેટો (Zomato) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Loan fraud Awareness: લોનની છેતરપિંડીથી પોતાને કેવી રીતે રાખવું સુરક્ષિત ?

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 20 પોઈન્ટ ઉછળી રહ્યો છે. તે જ સમયે નિક્કી લગભગ 0.25 ટકાના વધારા સાથે 26,860.59ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.95 ટકાના વધારાની સાથે 17,052.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 2.76 ટકાના જંગી ઘટાડા સાથે 20,923.79ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં 0.84 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીજી તરફ શાંઘાઈ કમ્પોઝિટ 0.04 ટકાના નજીવા ઘટાડા સાથે 3,194.09 પર જોવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.