ETV Bharat / business

Share Market India: શેરબજારમાં મંદીની વાપસી, સેન્સેક્સ 703 નિફ્ટી 215 પોઈન્ટ તૂટ્યો - Share Market India Update

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 703.59 પોઈન્ટ અને નિફ્ટી (Nifyt) 215 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં મંદીની વાપસી, સેન્સેક્સ 703 નિફ્ટી 215 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Apr 19, 2022, 3:51 PM IST

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં (Share Market India) ઘટાડાનો સિલસિલો યથાવત્ છે. સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 703.59 પોઈન્ટ (1.23 ટકા) તૂટીને 56,463.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifyt) 215 પોઈન્ટ (1.25 ટકા)ના ઘટાડા સાથે 16,958.65ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Financial plan for future: તમારા ભવિષ્ય માટે રોડમેપ પ્રદાન કરી શકે છે આ નાણાકીય યોજના

આ કંપની લાવશે IPO - કેમ્પસ શૂ બનાવનારી કંપની કેમ્પસ એક્ટિવવેરનો IPO મે મહિનામાં આવે તેવી શક્યતા છે. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ રહેશે. કેમ્પસ એક્ટિવવેરમાં શેરહોલ્ડિંગ પર નજર કરીએ તો, આમાં પ્રમોટરની ભાગીદારી 78.21 ટકા, TPG ગ્રોથની ભાગીદારી 17.19 ટકા, QRG Entની ભાગીદારી 3.86 ટકા અને કંપનીના કર્મચારીઓની ભાગીદારી 0.74 ટકા છે. 3 વર્ષમાં કંપનીનો ઓનલાઈન બિઝનેસ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો- cryptocurrency prices jump : ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 20 ટકાનો ઉછાળો, જાણો બિટકોઈનની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 5.32 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 3.25 ટકા, રિલાયન્સ (Reliance) 3.23 ટકા, બીપીસીએલ (BPCL) 0.61 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.27 ટકા ઉંચકાયા છે. જ્યારે એચડીએફસી (HDFC) -6.34 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -5.45 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -4.55 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -4.38 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -3.94 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.