અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સારી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 70.56 પોઈન્ટ (0.12 ટકા)ના વધારા સાથે 56,533.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 38 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 17,065ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે- આજે દિવસભર રિલાયન્સ (Reliance), એસીસી (ACC), એલટીઆઈ (LTI), મહિન્દ્રા લાઈફસ્પેસ (Mahindra Lifespace), બજાજ ઈલેક્ટ્રિકલ્સ (Bajaj Electricals) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે મોટા ભાગના એશિયન બજારોમાં તેજીનો વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 98 પોઈન્ટ ઉછળી રહ્યો છે. તો નિક્કેઈ 0.57 ટકાના વધારા સાથે 27,139.99ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.69 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.07 ટકાના વધારાની સાથે 17,005.96ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.29 ટકા ઘટીને 20,965.73ના સ્તર પર છે. તે જ સમયે કોસ્પીમાં 0.36 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.43 ટકા ઘટીને 3,180.17ના સ્તરે જોવા મળી રહ્યો છે.