અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 20.30 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 60,591.44ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 4.90 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 18,058.30ના સ્તર પર જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક
આજે આ શેરમાં થશે ધમાલ - આજે દિવસભર એયુ સ્મોલ બેન્ક (AU Small Bank), વેદાન્તા (Vedanta), હિન્દ ઝિન્ક (Hind Zinc), મોઈલ (MOIL), બીઈએમએલ (BEML), ટીસીએસ (TCS) અને એસબીઆઈ કોર્ડ્સ (SBI Cards) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય
વૈશ્વિક બજાર પર નજર - આ તમામની વચ્ચે આજે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 100.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.10 ટકાના વધારા સાથે 27,709.30ની આસપાસ જોવા મળી રહ્યું છે. આ સિવાય સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.31 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.94 ટકાના વધારા સાથે 3,282.72ના સ્તર પર જોવા મળી રહ્યું છે.