અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સતત નબળા સંકેતના કારણે ભારતીય શેરબજારમાં (Share Market India ) પહેલા દિવસે જ ધબડકો જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 953.70 પોઈન્ટ (1.64 ટકા)ના ઘટાડા સાથે 57,145.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 311.05 પોઈન્ટ (1.85 ટકા)ની નબળાઈ સાથે 17,016.18ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 58,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 1.26 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.21 ટકા, ઇન્ફોસિસ (Infosys) 1.08 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.75 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 0.61 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ તાતા મોટર્સ (Tata Motors) -6.05 ટકા, હિન્દલ્કો (Hindalco) -5.79 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -5.52 ટકા, મારુતી સુઝૂકી (Maruti Suzuki) -5.44 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -4.69 ટકા.