અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ આજે આખો દિવસ શેરબજારમાં (Share Market India) મંદીનો માહોલ જોવા મળ્યો હતો. તેના કારણે ફરી એક વાર રોકાણકારોએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તો આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 153.13 પોઈન્ટ (0.29 ટકા)ના ઘટાડા સાથે 52,693.57ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 42.30 પોઈન્ટ (0.27 ટકા)ના ઘટાડા સાથે 15,732.10ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો
5G સ્પેક્ટ્રમની હરાજીને કેબિનેટની લીલી ઝંડી - આજે કેબિનેટે 5G સ્પેક્ટ્રમની હરાજીને (Cabinet approves auction of 5G Spectrum) લીલી ઝંડી આપી દીધી છે. સૂત્રોના મતે, DoT આજથી જ આવદેન મગાવવાનું શરૂ કરશે. જુલાઈના બીજા સપ્તાહમાં સ્પેક્ટ્રમ હરાજી સંભવ છે. હવે સરકાર 9 સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે. તેમાં 600, 700, 1,800, 2,100, 2,300, 2,500 MHz બેન્ડ શામેલ છે. હરાજી માટે સ્પેક્ટ્રમની કુલ કિંમત 5 લાખ કરોડ રૂપિયા હશે. સરકાર 20 વર્ષ માટે સ્પેક્ટ્રમની હરાજી કરશે. જોકે, કંપનીઓ 1 વર્ષથી 16 સ્થળ પર ટ્રાયલ કરી રહી છે. જ્યારે ઓક્ટોબરમાં કેટલાક સર્કિલમાં 5G સેવા શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો-પ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ભારતી એરટેલ (Bhati Airtel) 1.61 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.61 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.55 ટકા, એનટીપીસી (NTPC) 1.54 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.45 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ - બજાજ ઑટો (Bajaj Auto -4.14 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.40 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.32 ટકા, ઓએનજીસી (ONGC) -2.16 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.82 ટકા.