ETV Bharat / business

Share Market India: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 52,000ને પાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 443.19 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 143.35 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 52,000ને પાર
Share Market India: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 52,000ને પાર
author img

By

Published : Jun 23, 2022, 3:46 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 443.19 પોઈન્ટ (0.86 ટકા)ના ઉછાળા સાથે 52,265.72ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 143.35 પોઈન્ટ (0.93 ટકા)ના વધારા સાથે 15,556.65ના સ્તર પર બંધ થયો છે. તેના કારણે રોકાણકારોમાં ફરી એક વાર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આજે સવારે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ હતી. તેના કારણે રોકાણકારો થોડા ચિંતામાં જોવા મળ્યા હતા.

શેરબજારમાં આજની સ્થિતિ
શેરબજારમાં આજની સ્થિતિ

આ પણ વાંચો-વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 6.83 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 6.15 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 6.04 ટકા, એમ એન્ડ એમ (M&M) 4.74 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 4.15 ટકા.

આ પણ વાંચો- પ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો

સૌથી વધુ ગગડેલા શેર્સ - રિલાયન્સ (Reliance) -1.52 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.06 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.95 ટકા, એનટીપીસી (NTPC) -0.87 ટકા, ગ્રેસિમ (Grasim) -0.73 ટકા.

આવતા સપ્તાહે GST કાઉન્સિલની બેઠક - GST કાઉન્સિલની 47મી બેઠક આગામી સપ્તાહે 28 અને 29 જૂને ચંદીગઢમાં યોજાશે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સહિત તમામ રાજ્યોના નાણા પ્રધાન આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સીને 28 ટકાના સૌથી ઊંચા ટેક્સ સ્લેબમાં રાખવા અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. જોકે, આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સી પર લાગતા ટેક્સ રેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવું જરૂરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.