અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 760.37 પોઈન્ટ (1.41 ટકા)ના ઉછાળા સાથે 54,521.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 229.30 પોઈન્ટ (1.43 ટકા)ની મજબૂતી સાથે 16,278.50ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ પહેલા દિવસે શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ મજબૂતી સાથે થયું છે. તો આજે રોકાણકારોના પણ ખિસ્સા ભરાઈ જતાં તેમનામાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો- સબસીડીને મેનેજ કરતા શીખવું પડશે, આ પાસુ આર્થિક મુશ્કેલી ઊભી કરી શકેઃ નિર્મલા સીતારામણ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - હિન્દલ્કો (Hindalco) 4.74 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.51 ટકા, ઈન્ફોસિસ (Infosys) 4.29 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.59 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 3.57 ટકા.
આ પણ વાંચો- આવકવેરા રિટર્ન ફાઇલ કયારે કરી શકાય, જાણો તે વિશે...
સૌથી વધુ ગગડેલા શેર્સ - બ્રિટેનિયા (Britannia) -1.98 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.83 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -1.05 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -0.84 ટકા, એમ એન્ડ એમ (M&M) -0.75 ટકા.