નવી દિલ્હીઃ ગત વર્ષે ટ્વિટરનો ચાર્જ સંભાળતાની સાથે જ સીઈઓ પરાગ અગ્રવાલને બરતરફ કરી દીધા હતા. હવે ટેસ્લા CEO એલોન મસ્કે ભારતીય મૂળના પૂર્વ ટ્વિટર CEO પરાગ અગ્રવાલને કંપનીમાંથી હટાવવાનું કારણ જણાવ્યું છે. દુનિયાના સૌથી ધનાઢ્ય અબજોપતિઓમાંના એક, મસ્કે જણાવ્યું કે, પરાગ અગ્રવાલ સોશિયલ મીડિયાની માંગ અનુસાર કામ કરવામાં અસમર્થ હતા. અમેરિકન લેખક-પત્રકાર વોલ્ટર આઇઝેકસન દ્વારા લખાયેલા 'ઇલોન મસ્ક' નામના પુસ્તકમાં, મસ્કને એક નિયમ તોડનાર સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે વિશ્વને ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં લઈ જવામાં મદદ કરી છે.
-
Available for pre-order now: https://t.co/bZ7lMG0VC7
— Walter Isaacson (@WalterIsaacson) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Available for pre-order now: https://t.co/bZ7lMG0VC7
— Walter Isaacson (@WalterIsaacson) July 5, 2023Available for pre-order now: https://t.co/bZ7lMG0VC7
— Walter Isaacson (@WalterIsaacson) July 5, 2023
મસ્કે પરાગ અગ્રવાલ વિશે શું કહ્યું?: પરાગ અગ્રવાલ સાથેની મુલાકાત વિશે મસ્કે કહ્યું કે, "તે ખરેખર એક સારો વ્યક્તિ છે. જો કે, મેનેજર્સનો ધ્યેય એ ન હોવો જોઈએ કે બધાને તેઓ ગમે. ટ્વિટરને એક ફાયર બ્રિથિંગ ડ્રેગનની જરૂર છે અને પરાગ એ શખ્સ નથી."
આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશેઃ આ પુસ્તક વોલ્ટર આઇઝેકસન દ્વારા લખવામાં આવ્યું છે, આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે. વોલ સ્ટ્રીટ જર્નલે આ બાયોગ્રાફીમાંથી એક અંશ પ્રકાશિત કર્યો છે. 27 ઓક્ટોબરે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઇનલ થઇ હતી.
હાલમાં કોણ છે ટ્વિટરના CEO: પરાગ અગ્રવાલને બરતરફ કર્યા પછી, મસ્કે પોતે CEOનું પદ સંભાળ્યું હતું. બાદમાં જૂનમાં લિન્ડા યાકારિનોની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ છે. સાન ફ્રાન્સિસ્કો-મુખ્ય મથક ધરાવતી કંપનીનું નામ જુલાઈમાં X કોર્પ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ