ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરબજારમાં ફિયાસ્કો, બેંકિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર પર દબાણ - BSE Sensex

આજે ભારતીય શેરબજારની સપાટ શરૂઆત બાદ અચાનક જ ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ મુખ્ય સૂચકાંક અચાનક જ નીચે તરફ ઘટવા લાગ્યા અને સતત નબળું વલણ રહેતા કોઈ જ સુધારો નોંધાવ્યા વગર BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે ગ્રીન ઝોનમાં સપાટ બંધ થયા હતા.

Stock Market Update
Stock Market Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 4:48 PM IST

મુંબઈ : ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક ગગડવા લાગ્યા હતા. અંતે ભારતીય બજાર ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યું હતું. બેકિંગ, ફાઇનાન્સિયલ, મીડિયા અને એફએમસીજી સેક્ટર માર્કેટ પર દબાણ હેઠળ આવ્યા હતા. જ્યારે આઈટી, ઓટો, મેટલ, રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં લેવાલી નોંધાઈ હતી.

BSE Sensex : આજે 9 જાન્યુઆરી મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 71,355 બંધની સામે 416 પોઈન્ટ વધીને 71,771 ના ઉંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,035 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 728 પોઈન્ટ તૂટીને 71,307 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 31 પોઈન્ટ અપ 71,386 ના મથાળે ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.4 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 32 પોઈન્ટ (0.15%) સુધારા સાથે 21,545 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 140 પોઈન્ટના સુધારા સાથે 21,653 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,724 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 206 પોઈન્ટ ગગડીને 21,518 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે NSE Nifty 21,513 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં લાર્સન (1.55%), ભારતી એરટેલ (1.50%), ટાટા મોટર્સ (1.32%), સન ફાર્મા (1.25%) અને ટાટા સ્ટીલનો (1.21%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં નેસ્લે (-1.03%), એશિયન પેઇન્ટ્સ (-0.90%), બજાજ ફિનસર્વ (-0.88%), HDFC બેંક (-0.80%) અને એક્સિસ બેંક (-0.57%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1198 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 965 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, HDFC બેંક અને ઇન્ફોસિસના સ્ટોક રહ્યા હતા.

  1. Bearish Stock Market : સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર તૂટ્યું, BSE Sensex 671 પોઈન્ટનો કડાકો
  2. Asia's richest person: ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી 13માં સ્થાને...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.