ગાંધીનગર : સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા સપ્તાહમાં વધારો જોવા મળ્યો હતો. એક સમયે સોનું 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ગયા અઠવાડિયે તે રૂ. 59 હજારના સ્તરને પાર કરી ગયું હતું. પરંતુ હવે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
સોનાના ભાવ : 17 જુલાઈ સોમવારના રોજ સવારે ડિલિવરી માટે સોનું ઘટાડા સાથે MCX એક્સચેન્જ પર રૂ. 59147ના સ્તરે ખુલ્યું છે. એક સમયે સોનું 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ગયા અઠવાડિયે તે રૂ. 59 હજારના સ્તરને પાર કરી ગયો હતો. પરંતુ હવે સોનાના ભાવ ફરી નીચે આવ્યા છે.
ચાંદીના ભાવ : આજે સોમવારે સવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે ડિલિવરી માટે ચાંદી MCX પર 75510 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. કોમેક્સ પર ચાંદીના વૈશ્વિક ભાવમાં સોમવારે સવારે ઘટાડો થયો હતો. સોમવારે સવારે કોમેક્સ પર ચાંદી 25.00 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. ચાંદીના વૈશ્વિક હાજર ભાવમાં પણ ઘટાડો થયો હતો અને તે 24.78 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
વૈશ્વિક માર્કેટ : સોમવારે સવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 1,955.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. ઉપરાંત સોનાની વૈશ્વિક હાજર કિંમત પણ ઘટીને 1,951.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.
ખરીદી માટે અવસર : જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જોકે ગત સપ્તાહે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.