અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત (Share Market India) થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 102.97 પોઈન્ટના ઉછાળા સાથે 55,294.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 31.90 પોઈન્ટના ઘટાડા સાથે 16,488.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર
આ સ્ટોક્સમાં સારી કમાણીની શક્યતા - એડોર વેલ્ડિંગ (Ador Welding), તાતા કમ્યુનિકેશન્સ (Tata Communications), ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), ગુડયર (Goodyear), બલરામપૂર ચીની (Balrampur Chini), ધમપુર ચીની (Dhampur Chini), અવધ સુગર (Avadh Sugar), દાલમિયા ભારત (Dalmia Bharat), બ્રિટેનિયા (Britannia), આઈટીસી (ITC), એચયુએલ (HUL).
આ પણ વાંચો- વ્યક્તિગત અકસ્માત વીમા પૉલિસીના ફાયદા શું છે? જાણો...
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 31 પોઈન્ટ ઉછળ્યો છો. તો નિક્કેઈ 0.08 ટકાના ઘટાડા સાથે 27,657.53ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.72 ટકા ગગડ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.33 ટકાના ઉછાળા સાથે 14,782.38ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.19 ટકા તૂટીને 20,640.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.53 ટકાના ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.52 ટકાના ઘટાડા સાથે 3,287.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે.