ETV Bharat / business

ઘઉંની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 30 ટકાથી વધીને 1.5 અબજ USD, ડેરી ઉત્પાદનોમાં 33.77 ટકાનો વધારો - ફળો અને કઠોળની નિકાસ

વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે ઘઉં અને બાસમતી ચોખાની નિકાસ (exports of wheat and Basmati rice in 2022) વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, ઘઉં અને બાસમતી ચોખાની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન 29.29 ટકા વધીને USD 1.50 અબજ અને 39.26 ટકા વધીને USD 2.87 અબજ થઈ છે.

ઘઉંની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 30 ટકાથી વધીને 1.5 અબજ USD થઈ

author img

By

Published : Jan 2, 2023, 7:04 AM IST

નવી દિલ્હી: વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન ઘઉંની નિકાસ 29.29 ટકા વધીને USD 1.50 અબજ થઈ છે. જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં USD 1.17 અબજ હતી. જોકે સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કેટલાક શિપમેન્ટને વિનંતી કરતા દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા મંજૂરી આપવામાં આવી છે.

ઘઉંની નિકાસમાં વધારો: મંત્રાલયે જણાવ્યું હતું કે, બાસમતી ચોખાની નિકાસ પણ એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન 39.26 ટકા વધીને USD 2.87 અબજ થઈ હતી, જ્યારે બિન-બાસમતી ચોખાની નિકાસ પણ સમાન સમયગાળામાં 5 ટકા વધીને USD 4.2 અબજ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના (Current financial year) આઠ મહિનામાં ઘઉંની નિકાસમાં 29.29 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે, તેની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2021માં USD 1,166 મિલિયનથી વધીને એપ્રિલ-નવેમ્બર 2022માં USD 1508 મિલિયન (exports of wheat and Basmati rice in 2022) થઈ હતી.

નિકાસનું લક્ષ્ય નિર્ધારિત: મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના (Current financial year) આઠ મહિનામાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સનું આઉટબાઉન્ડ શિપમેન્ટ 16 ટકા વધીને USD 17.43 બિલિયન થયું છે. 2022-23 માટે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ બાસ્કેટ માટે USD 23.56 બિલિયનનું નિકાસ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનામાં USD 17.435 બિલિયનની નિકાસ પહેલેથી જ હાંસલ કરવામાં આવી છે.

ફળો અને કઠોળની નિકાસ: એપ્રિલ-નવેમ્બર 2022માં, તાજા ફળોની નિકાસ અગાઉના નાણાકીય વર્ષના સમાન મહિનાઓમાં USD 954 મિલિયનની સામે 991 મિલિયન ડોલરની થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનામાં કઠોળની નિકાસ 90.49 ટકા વધીને USD 392 મિલિયન થઈ છે. એ જ રીતે, ડેરી ઉત્પાદનોમાં 33.77 ટકાનો વધારો નોંધાયો હતો કારણ કે તેની નિકાસ (Export of fruits and pulses) એપ્રિલ-નવેમ્બર 2022માં વધીને USD 421 મિલિયન થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં USD 315 મિલિયન હતી.

ખાંડના ભાવ વધવાના એંધાણઃ નવેમ્બર મહિનો પૂરો થઈ જતા ખાંડની સીઝન પૂરી થઈ ચૂકી છે. ખાસ કરીને દેશમાં તહેવારના દિવસોમાં ખાંડની વિશેષ માંગ ઊભી થાય છે. પણ આ નવા વર્ષે ખાંડના ભાવ વધવાના પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. શેરડીના વાવેતરમાં હેક્ટરદીઠ વધારો થયો હોવા છતાં શુગર પ્રોડક્શન ઓછું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.