મુંબઈઃ સોમવારે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં (Cryptocurrency Price) ઘટાડો જોવા મળ્યો હતો. ટોચની 10 ક્રિપ્ટોકરન્સીમાં સમાવિષ્ટ Litecoin, Stellar, Cardano, Solana, Polkadot, Polygon, Uniswap,ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં રસ ધરાવો છો તો, તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે.
આ પણ વાંચો : Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો
ટેરામાં 9 ટકાનો ઘટાડો : છેલ્લા 24 કલાકમાં ટેરામાં (Terra) 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રિપ્ટોકરન્સી નિષ્ણાતોના મતે, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ (Cryptocurrency market) કેપિટલ 2 ટ્રિલિયન ડોલરના આંકથી ઉપર હતી, ભલે તે ઘટીને 2.04 ટ્રિલિયન ડોલર થઈ ગઈ. જેમાં છેલ્લા 24 કલાકમાં 2 ટકાથી વધુનો ફેરફાર જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઈન (bitcoin Price In India) ઘટી ગયા છે. તે તેની છેલ્લા 50-દિવસની સરેરાશ રેન્જથી નીચે સરકી ગયો હતો. Bitcoin, ક્રિપ્ટો માર્કેટમાં સૌથી મોટું ડિજિટલ ટોકન, 2 ટકા ઘટીને 41,917 ડોલર પર ટ્રેડ થયું હતું. વર્ષ 2022 માં અત્યાર સુધીમાં બિટકોઈન 9 ટકા થી વધુ નીચે છે.
Ether અને Dogecoinની કિંમતો: ઈથેરિયમ બ્લોકચેન સાથે જોડાયેલ ક્રિપ્ટો ઈથર 5 ટકાથી વધુ ઘટીને 3,179 ડોલર થઈ ગઈ છે. Dogecoin ની કિંમત 3 ટકા થી વધુ ઘટીને 0.14 ડોલર થઈ ગઈ હતી. શિબા ઇનુ પણ 3 ટકાથી વધુ ઘટીને 0.000024 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.
આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે રાહત, જાણો શું છે ભાવ
બિટકોઈન્સની સરેરાશ જાણો: બિટકોઈનની ટ્રેડિંગ રેન્જ (Bitcoin trading range) 35,000 ડોલર થી 45,000 ડોલરની આસપાસ હતી. ગયા મહિને બિટકોઈન 48000 ડોલરથી ઉપર ગયો. આ સમયે તે તેના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. જો તમે આ સમયે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.