ETV Bharat / business

Cash Limit at Home: જાણો તમે ઘરમાં કેટલી રોકડ રાખવી અને શું છે આવકવેરાના નિયમો - આવકવેરા વિભાગ મુજબ ઘરે રોકડ મર્યાદા

આજે પણ ભારતમાં ઘણા લોકો કટોકટીના ઉપયોગ માટે અને અન્ય ઘણા કારણોસર તેમની રોકડ ઘરમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘરમાં રોકડ રાખવાની મર્યાદા શું છે. આનાથી સંબંધિત આવકવેરા વિભાગના નિયમો શું છે એ તમને જો ખબર નથી, તો ચાલો આ અહેવાલમાં જાણીએ.

Cash Limit at Home: જાણો તમે ઘરમાં કેટલી રોકડ રાખવી અને શું છે આવકવેરાના નિયમો

author img

By

Published : Mar 26, 2023, 4:31 PM IST

નવી દિલ્હીઃ નોટબંધી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે લોકોની આદતોમાં બદલાવ આવ્યો છે. લોકો હવે રોકડને બદલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે હવે મોટાભાગના લોકો પોતાના ઘરમાં રોકડ રાખવાની આદતને કાબુમાં લઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં, ઘણા લોકો એવા છે કે, જેઓ ઈમરજન્સી ઉપયોગ માટે ઘરે રોકડ રાખે છે. શું તમે એવા લોકોમાંથી એક છો જેઓ ઘરે રોકડ રાખે છે? જોકે ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી. પરંતુ આ માટે પણ આવકવેરાના કેટલાક નિયમો છે કે તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો. ચાલો આ અહેવાલમાં જાણીએ તે નિયમો વિશે, જેને જાણીને તમે આ બાબતે જાગૃત થઈ શકો છો.

આ પણ વાંચો: RBI Monetary Policy Committee: નાણાકીય નીતિ સમીક્ષા માટે રિઝર્વ બેંકની MPCની 6 બેઠકો થશે, જાણો વિગતો

રોકડ રાખવા પર કોઈ પ્રતિબંધ નથી: આવકવેરા કાયદા અનુસાર ઘરમાં રોકડ રાખવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાના કિસ્સામાં, વ્યક્તિએ આવકનો સ્ત્રોત જાહેર કરવો પડશે. તે આવક સંબંધિત તમામ દસ્તાવેજો વિભાગના અધિકારીને બતાવવાના રહેશે. ખાસ કરીને જ્યારે સંપત્તિ આવક કરતાં વધુ હોય. જો તમારા ઘરમાં રાખેલા દસ્તાવેજો ઘરમાં રાખવામાં આવેલી પ્રોપર્ટી સાથે મેળ ખાતા નથી, તો ઈન્કમ ટેક્સ ઓફિસર તમારા પર દંડ લાદી શકે છે. તમારી પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમના 137% સુધી ટેક્સ લાદવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે, તમારી પાસે રહેલી રોકડ રકમ તેના ઉપર 37 ટકા જશે અને તમારે દંડ ભરવો પડશે.

આ પણ વાંચો: Airtel 5G: એરટેલે 5G સેવામાં Jioને આપી ટક્કર, 500 શહેરોમાં કનેક્ટિવિટી આપીને પછાડ્યું

રોકડ રાખવા અંગે આવકવેરા વિભાગના નિયમો: આવકવેરા વિભાગના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ કોઈપણ લોન અથવા ડિપોઝિટ માટે 20,000 રૂપિયા અથવા તેનાથી વધુ રોકડમાં લેવાની મંજૂરી નથી. આ સિવાય સંબંધીઓ પાસેથી એક દિવસમાં લગભગ 2 લાખ રૂપિયાની રોકડ રકમ લઈ શકાતી નથી. ધ્યાન રાખો કે આ ચુકવણી બેંક દ્વારા થવી જોઈએ. તે જ સમયે, 50,000 કે તેથી વધુ રકમ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે. ખરીદી કરતી વખતે, 2,00,000 થી વધુની ચુકવણી રોકડમાં કરી શકાતી નથી. આ માટે તમારે પાન અને આધાર કાર્ડ પણ બતાવવાનું રહેશે. આ બધા સિવાય, જો તમે એક વર્ષમાં બેંક ખાતામાં 20 લાખ રૂપિયાથી વધુની રોકડ જમા કરાવો તો પણ તમારે તમારું પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.